Skip to main content

દિવ્યજ્ઞાન | અધ્યાય ચાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

Shrimad Bhagwat Geeta Chapter Four In Gujarati

દિવ્યજ્ઞાન | અધ્યાય ચાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Four In Gujarati



श्रीभगवानुवाच :
इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् । 
विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥ १ ॥

પુરુષોત્તમ પરમેશ્વર , ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું : મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો .(1)

एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः । 
स कालेनेह महता योगे नष्टः परन्तप ॥ २ ॥

એ રીતે હે અર્જુન , આ પરમ વિજ્ઞાન ગુરુ - શિષ્યપરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું . પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે .(2)

स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः । 
भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥३ ॥

તે જ આ પ્રાચીન યોગ , પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું , કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે .(3)

अर्जुन उवाच :
अपरं भवतो जन्म परं जन्म विवस्वतः । 
कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ॥ ४ ॥

અર્જુને કહ્યું : આપનો જન્મ , અર્વાચીન કાળમાં થયો છે અને સૂર્યદેવ વિવસ્વાનનો જન્મ તો પ્રાચીન કાળમાં થયો છે ; તો પછી , હું કેવી રીતે સમજું કે પ્રાચીન કાળમાં આપે તેમને આ વિદ્યાનો ઉપદેશ આપ્યો હતો ?(4)

श्रीभगवानुवाच :
बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन । 
तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप ॥ ५ ॥

શ્રી ભગવાન બોલ્યા : તારા અને મારા અનેકાનેક જન્મો થઈ ચૂક્યા છે. હું તે બધાને યાદ રાખી શકું છું , પરંતુ હે પરંતપ , તું તેને યાદ રાખી શકતો નથી .(5)

अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् । 
प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया ॥६ ॥

જોકે હું અજન્મા છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી , તથા હું સર્વ જીવોનો સ્વામી છું , છતાં હું દરેક યુગમાં મારા દિવ્ય , મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું .(6)

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । 
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ ७ ॥

હે ભરતવંશી , જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે , તે વખતે હું સ્વયં અવતરું છું .(7)

परित्राणाय साधुनां विनाशाय च दुष्कृताम् । 
धर्मसंस्थानार्थाय सम्भवामि युगे युगे ॥ ८ ॥

ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃ સ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું .(8)

जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः । 
त्यक्त्वा देहं पुनर्जन्म नै नैति मामेति सोऽर्जुन ॥९ ॥

હે અર્જુન , જે મનુષ્ય મારાં પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે . તે આ શરીરને તજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી , પરંતુ મારા સનાતનધામને પામે છે .(9)

वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिताः । 
बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ॥ १० ॥

આસક્તિ , ભય તથા ક્રોધથી મુક્ત થઈને , મારામાં સંપૂર્ણ રીતે લીન થઈને અને મારું શરણ લઈને , અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા વિશેના જ્ઞાનથી પવિત્ર થયા છે અને એ રીતે તેઓ બધા મારા દિવ્ય પ્રેમને પામ્યા છે .(10)

ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् । 
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥ ११ ॥

જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે , તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું . હે પાર્થ , સર્વ મનુષ્યો મારા માર્ગનું જ સર્વથા અનુસરણ કરે છે .(11)

काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवता । 
क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा ॥ १२ ॥

આ જગતમાં મનુષ્યો સકામ કર્મોમાં સિદ્ધિ ઇચ્છે છે અને તેથી તેઓ દેવોને પૂજે છે . નિઃસંદેહ , આ જગતમાં મનુષ્યોને સકામ કર્મનાં ફળ જલદી પ્રાપ્ત થાય છે . (12)

चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः । 
तस्य कर्तारमपि मां विद्व्यकर्तारमव्ययम् ॥ १३ ॥

ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્માનુસાર માનવ - સમાજના ચાર વર્ણોની રચના મેં કરી છે . જોકે હું આ વ્યવસ્થાનો સ્રષ્ટા છું , તેમ છતાં અધિકારી હોવાથી હું અકર્તા છું એમ તું જાણ .(13)

न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा । 
इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते ॥ १४ ॥

મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી અને મને કર્મના ફળની આકાંક્ષા પણ નથી . જે મનુષ્ય મારા વિશેના આ સત્યને જાણે છે તે પણ કર્મોના ફળ દ્વારા બદ્ધ થતો નથી. (14)

एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः । 
कुरु कर्मैव तस्मात्त्वं पूर्वैः पूर्वतरं कृतम् ॥ १५ ॥

પ્રાચીન કાળમાં સર્વ મુક્તાત્માઓએ મારી દિવ્ય પ્રકૃતિને જાણીને જ કર્મો કર્યાં હતાં અને મુક્તિ મેળવી હતી . માટે , તારે પણ તેમના પગલે ચાલીને પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. (15)

किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः । 
तत्ते कर्म प्रवक्ष्यामि यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥ १६ ॥

કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી મનુષ્યોની મતિ પણ મૂંઝાઈ જાય છે . માટે હું તને કર્મ શું છે તે વિશે સમજૂતી આપીશ કે જે જાણીને તું સર્વ અશુભમાંથી મુક્ત થઈ જઈશ .(16)

कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः । 
अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ॥ १७ ॥

કર્મની આંટીઘૂંટીને સમજવી ઘણી મુશ્કેલ હોય છે . માટે મનુષ્ય કર્મ શું છે , વિકર્મ શું છે અને અકર્મ શું છે , તે સારી રીતે જાણવું જોઈએ .(17)

कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः । 
स बुद्धिमान्मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥ १८ ॥

જે મનુષ્ય કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે તે સર્વ મનુષ્યોમાં બુદ્ધિમાન છે અને સર્વ પ્રકારનાં કર્મોમાં પરોવાયેલો હોવા છતાં દિવ્ય અવસ્થામાં રહેલો છે .(18)

यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः । 
ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः ॥ १ ९ ॥

જે મનુષ્યનો પ્રત્યેક પ્રયાસ ઇન્દ્રિયતૃપ્તિની કામનાથી રહિત હોય છે , તે પૂર્ણ જ્ઞાની છે એમ સમજાય છે . તેને જ સંતજનો એવો કર્તા કહે છે કે જેણે પૂર્ણ જ્ઞાનરૂપી અગ્નિથી કર્મફળ બાળીને ભસ્મ કર્યાં છે .(19)

त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः । 
कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित्करोति सः ॥ २० ॥

પોતાનાં કર્મનાં ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને , સદા સંતુષ્ટ તથા સ્વતંત્ર રહી , તે સર્વ પ્રકારનાં કાર્યોમાં પરોવાયેલો રહેવા છતાં કોઈ સકામ કર્મ કરતો નથી .(20)

निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः । 
शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ॥ २१ ॥

આવો જ્ઞાની મનુષ્ય , મન તથા બુદ્ધિને સંપૂર્ણપણે સંયમિત કરીને કાર્ય કરે છે , પોતાની સંપત્તિના સ્વામિત્વનો સર્વથા ત્યાગ કરે છે અને જીવનનિર્વાહ અર્થે ખપ પૂરતું જ કાર્ય કરે છે . આ પ્રમાણે કર્મ કરતો તે પાપપૂર્ણ કર્મફળોથી પ્રભાવિત થતો નથી .(21)

यदृच्छालाभसंतुष्टो द्वन्द्वातीतो विमत्सरः । 
समः सिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते ॥ २२ ॥

જે મનુષ્ય અનાયાસે થતા લાભથી સંતુષ્ટ રહે છે , જે દ્વૈતભાવથી રહિત છે તથા ઈર્ષા કરતો નથી , સફળતા તેમ જ નિષ્ફળતા બન્નેમાં સ્થિર રહે છે તે કર્મ કરતો હોવા છતાં પણ કદાપિ બદ્ધ થતો નથી .(22)

गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः । 
यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते ॥ २३ ॥

જે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રત્યે અનાસક્ત છે અને જે દિવ્ય જ્ઞાનમાં પૂર્ણપણે સ્થિત થયેલો છે , તે સંપૂર્ણપણે દિવ્યતામાં લીન થાય છે . (23)

ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् । 
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥ २४ ॥

જે મનુષ્ય કૃષ્ણભાવનામૃતમાં પૂરેપૂરો તલ્લીન રહે છે , તેને પોતાના આધ્યાત્મિક યોગદાનને કારણે અવશ્ય ભગવદ્ધામની પ્રાપ્તિ થાય છે , કારણ કે તેમાં હવન પણ બ્રહ્મ છે અને અર્પિત આહુતિ પણ બ્રહ્મરૂપે જ હોય છે . (24)

दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते । 
ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति ।। २५ ।।

કેટલાક યોગીજનો વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા દેવોને સારી રીતે પૂજે છે અને કેટલાક પરમબ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ અર્પણ કરે છે . (25)

श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति । 
शब्दादीन्विषयानन्य इन्द्रियाग्निषु जुह्वति ॥ २६ ॥

આમાંના કેટલાક ( વિશુદ્ધ બ્રહ્મચારીઓ ) , શ્રવણ આદિ પ્રક્રિયા તથા ઇન્દ્રિયોને મનોનિગ્રહરૂપી અગ્નિમાં હોમી દે છે અને બીજા ( વ્રતધારી ગૃહસ્થો ) ઇન્દ્રિયવિષયોને ઇન્દ્રિયોરૂપી અગ્નિમાં હોમી દે છે .(26)

सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे । 
आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते ॥ २७ ॥

મન તથા ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા આત્મ - સાક્ષાત્કાર પ્રાપ્ત રુચિ ધરાવતા લોકો બધી ઇન્દ્રિયો તથા પ્રાણવાયુનાં કાર્યોને સંયમિત એવા મનરૂપી અગ્નિમાં આહુતિ તરીકે અર્પણ કરે છે . (27)

द्रव्ययज्ञास्तपोयज्ञा योगयज्ञास्तथापरे । 
स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः ॥ २८ ॥

કઠોર વ્રતો ધારણ કરીને , કેટલાક પોતાની સંપત્તિનો ત્યાગ કરીને , કેટલાક કઠોર તપ દ્વારા , કેટલાક અષ્ટાંગયોગની સાધના દ્વારા અથવા અધ્યાત્મ જ્ઞાનમાં પ્રગતિ કરવા વેદાધ્યયન દ્વારા પ્રબુદ્ધ થાય છે .(28)

अपाने जुह्वति प्राणं प्राणेऽपानं तथापरे । 
प्राणापानगती रुद्ध्वा प्राणायामपरायणाः । 
अपरे नियताहाराः प्राणान्प्राणेषु जुह्वति ॥ २ ९ ॥

વળી બીજાઓ , જેઓ સમાધિમાં રહેવા માટે શ્વસનક્રિયાના નિયમનની પદ્ધતિ અપનાવે છે , તેઓ ઉચ્છવાસની આહુતિ શ્વાસમાં અને શ્વાસની આહત ઉચ્છ્વાસમાં આપે છે અને છેવટે સર્વ શ્વસનક્રિયા અટકાવીને સમાધિમાં રહે છે . તો વળી કેટલાક આહારને અંકુશમાં રાખીને પ્રાણોને પ્રાણમાં હોમે છે .(29)

सर्वेऽप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषाः । 
यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् ॥ ३०॥

યજ્ઞના અર્થને જાણનારા આ સર્વ યજ્ઞકર્તાઓ , પાપકર્મોમાંથી જાય છે અને યજ્ઞોના ફળરૂપી અમૃતનું આસ્વાદન કરીને પરમ દિવ્ય આકાશ પ્રતિ આગળ વધે છે . (30)

नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्यः कुरुसत्तम ॥ ३१ ॥

હે કુરુશ્રેષ્ઠ , યજ્ઞ વિના મનુષ્ય આ લોકમાં કે આ જીવનમાં કદાપિ સુખપૂર્વક રહી શકતો નથી , તો પછી બીજા જન્મમાં કેવી રીતે રહી શકે ?(31)

एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे । 
कर्मजान्विद्धि तान्सर्वानेवं ज्ञात्वा विमोक्ष्यसे ॥ ३२ ॥

આ અનેક પ્રકારના યજ્ઞો વેદસંમત છે અને આ સર્વ વિવિધ પ્રકારનાં કર્મોમાંથી ઉદ્ભવે છે . તેમને આ પ્રમાણે જાણીને તું મુક્ત થઈ જઈશ .(32)

श्रेयान्द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञः परन्तप । 
सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ॥ ३३ ॥

હે શત્રુઓનું દમન કરનારા ( અર્જુન ) , દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે . હે પાર્થ , અંતે તો યજ્ઞરૂપે કરેલાં સર્વ કર્મો દિવ્ય જ્ઞાનમાં જ પરિણમે છે . (33)

तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया । 
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ।। ३४।।

સદ્ગુરુને શરણે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કર . તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર . તે પ્રબુદ્ધ મહાત્માઓ તને જ્ઞાનોપદેશ કરી શકશે , કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે .(34)

यज्ज्ञात्वा न पुनर्मोहमेवं यास्यसि पाण्डव । 
येन भूतान्यशेषाणि द्रक्ष्यस्यात्मन्यथो मयि ॥ ३५ ॥

અને જ્યારે તેં આ રીતે સત્યને જાણી લીધું હશે , ત્યારે તું આવા મોહમાં ફરી કદી પડીશ નહિ , કારણ કે તું જાણીશ કે બધા જીવો મારા જ અંશો છે અને તેઓ મારા જ છે .(35)

अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः । 
सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि ॥ ३६ ॥

જો તને બધા પાપીઓમાં પણ સૌથી મોટો પાપી ગણવામાં આવે , તોયે તું જ્યારે દિવ્ય જ્ઞાનરૂપી નૌકામાં સ્થિત થઈશ , ત્યારે દુઃખોના સાગરને પાર કરી શકીશ . (36)

यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन । 
ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ॥ ३७ ॥

જેવી રીતે ભડકે બળતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે , તેવી રીતે હે અર્જુન , જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોનાં સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે .(37)

न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते । 
तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति ॥ ३८ ॥

આ જગતમાં દિવ્ય જ્ઞાન જેવું કંઈ પણ ઉત્કૃષ્ટ અને પવિત્ર નથી . આવું જ્ઞાન સમગ્ર યોગવિદ્યાનું પરિપક્વ ફળ છે. અને જે મનુષ્ય ભક્તિયોગમાં સિદ્ધ થઈ જાય છે તે સમય જતાં પોતાની અંદર જ આ જ્ઞાનનું આસ્વાદન કરે છે. (38)

श्रद्धावाँल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः । 
ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ॥ ३ ९ ॥

જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલો છે અને જેણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી લીધી છે , તે શ્રદ્ધાળુ મનુષ્ય આવું જ્ઞાન મેળવવા પાત્ર છે અને તે પ્રાપ્ત કર્યા પછી તે તરત જ પરમ આધ્યાત્મિક શાંતિ પામે છે .(39)

अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति । 
नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥ ४० ॥

પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધાવિહીન મનુષ્યો પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે , ભગવદ્ભાવના પામતા નથી ; તેમનું પતન થાય છે . સંશયગ્રસ્ત વ્યક્તિ માટે નથી આ લોકમાં સુખ કે નથી પરલોકમાં .(40)

योगसन्न्यस्तकर्माणं ज्ञानसञ्छिन्नसंशयम् । 
आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय ॥ ४१ ॥

હે ધનંજય , જે મનુષ્ય પોતાનાં કર્મનાં ફળોનો પરિત્યાગ કરીને ભક્તિયોગમાં કર્મ કરે છે અને જેના સંશયો દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થયા છે , તે વાસ્તવમાં સ્વરૂપમાં સ્થિત હોય છે . આમ તે કર્મબંધન દ્વારા બંધાતો નથી. (41)

तस्मादज्ञानसम्भूतं हृत्स्थं ज्ञानासिनात्मनः । 
छित्त्वैनं संशयं योगमातिष्ठोत्तिष्ठ भारत ॥ ४२ ॥

માટે , અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે , તેમને જ્ઞાનરૂપી શસ્ત્ર વડે કાપીને હે ભારત , તું યોગારૂઢ થઈને ઊઠ અને યુદ્ધ કર . (42)




આમ , શ્રીમદ્ ભગવદ્ગીતાના “ દિવ્ય જ્ઞાન ” નામના ચોથા અધ્યાય પરના ભક્તિવેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે .

Comments

Popular Posts From Gayuddy ✨

કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ | અધ્યાય એક | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ | અધ્યાય એક | શ્રીમદ્ ભગવદ્ ગીતા | Shrimad Bhagwat Geeta Chapter One In Gujarati धृतराष्ट्र उवाच:  धृतराष्ट्र धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः । मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय ॥ १ ॥ ધૃતરાષ્ટ્ર બોલ્યા : હે સંજય , તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઇચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું ? (1) सञ्जय उवाच :  दृष्टा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।  आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ॥ २ ॥  સંજયે કહ્યું: હે રાજા, પાંડુ પુત્રોની સેનાને વ્યૂહરચના પ્રમાણે ગોઠવેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આવું વચન આપ્યું . पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।  व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ॥ ३ ॥  હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ, જેની વ્યૂહરચના તમારા જ્ઞાની શિષ્ય દ્રુપદપુત્રે કુશળતાપૂર્વક વ્યૂહરચના બનાવી છે. (3) अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि । युयुधानो विराटश्च द्रुपदश्च महारथः ॥ ४ ॥ અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે , જેમ કે...

કર્મયોગ | અધ્યાય ત્રણ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

કર્મયોગ | અધ્યાય ત્રણ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Three In Gujarati अर्जुन उवाच :  ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन ।  तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव ॥ १ ॥ અર્જુને કહ્યું : હે જનાર્દન , હે કેશવ , જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતાં શ્રેષ્ઠ માનતા હો , તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો ?(1) व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे ।  तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् ॥ २ ॥ આપના દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે . તેથી કૃપા કરીને મને નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારે માટે સૌથી હિતાવહ શું છે ? (2) श्रीभगवानुवाच : लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ ।  ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम् ॥ ३ ॥ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ હે નિષ્પાપ અર્જુન , મેં પૂર્વે સ્પષ્ટતા કરેલી જ છે કે આત્મ - સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનારા મનુષ્યોના બે વર્ગ હોય છે . કેટલાક જ્ઞાનયોગ દ્વારા આને સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિયોગ દ્વારા સમજે છે .(3) न कर्मणामनारम्भान्नैष्कर्म्य पुरु...

દ્વિતીય અધ્યાય | ગીતાનો સાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

દ્વિતીય અધ્યાય | ગીતાનો સાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Two In Gujarati   श्रीभगवानुवाच : इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।  विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥ १ ॥ પુરુષોત્તમ પરમેશ્વર , ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું : મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો .(1) एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।  स कालेनेह महता योगे नष्टः परन्तप ॥ २ ॥ અનુવાદ એ રીતે હે અર્જુન , આ પરમ વિજ્ઞાન ગુરુ - શિષ્યપરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું . પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે .(2) स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।  भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥३ ॥ અનુવાદ તે જ આ પ્રાચીન યોગ , પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું , કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે .(3) अर्जुन उवाच : अपर...