Skip to main content

ભગવત્પ્રાપ્તિ | અધ્યાય આઠ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

Shrimad Bhagwat Geeta


ભગવત્પ્રાપ્તિ | અધ્યાય આઠ| શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Eight In Gujarati



अर्जुन उवाच
किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम । 
अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ॥ १॥

અનુવાદ
અર્જુને પૃચ્છા કરીઃ હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે? આત્મા શું છે? સકામ કર્મ શું છે? આ ભૌતિક જગત શું છે? અને દેવો શું છે? કૃપા કરી આ બધું મને સમજાવો.


अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन । 
प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः ॥ २ ॥

અનુવાદ
હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે અને તેઓ શરીરમાં કેવી રીતે રહે છે? વળી ભક્તિમાં પરોવાયેલા મનુષ્યો અંતકાળે આપને કેવી રીતે જાણી શકે છે?


श्रीभगवानुवाच
अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते । 
भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः ॥ ३ ॥

અનુવાદ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું: અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે અને તેના સનાતન સ્વભાવને અધ્યાત્મ અથવા આત્મા કહે છે. જીવોનાં ભૌતિક શરીરોનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલાં કાર્યોને કર્મ અથવા સકામ કર્મ કહે છે.


अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् । 
अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर ॥ ४ ॥

અનુવાદ
હૈ દેહધારીઓમાં શ્રેષ્ઠ, નિરંતર પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ અધિભૂત (ભૌતિક પ્રાગટ્ય) કહેવાય છે. સૂર્ય તથા ચંદ્ર જેવા દેવોનો જેમાં સમાવેશ થાય છે તે ભગવાનનું વિરાટ રૂપ અધિદેવ કહેવાય છે અને પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મારૂપે સ્થિત હું પરમેશ્વર અધિયજ્ઞ (યજ્ઞનો સ્વામી) કહેવાઉં છું.


अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् । 
यः प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशयः ॥ ५ ॥

અનુવાદ
જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર તજે છે તે તરત જ મારી પ્રકૃતિને પામે છે. આમાં લેશમાત્ર સંદેહ નથી.


यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् ।
तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः ॥ ६ ॥

અનુવાદ
હે કુંતીપુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે જે ભાવનું સ્મરણ કરે છે એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે.


तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च । 
मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयः ॥ ७ ॥

અનુવાદ
તેથી હે અર્જુન, તારે સદા કૃષ્ણરૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું અને તે સાથે જ યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જોઈએ. તારાં કાર્યોનું મને સમર્પણ કરીને અને તારાં મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ.


अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना । 
परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् ॥ ८॥

અનુવાદ
હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરરૂપે મારું ધ્યાન કરે છે, તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે.


कविं पुराणमनुशासितार- 
मणोरणीयांसमनुस्मरेद्यः। 
सर्वस्य धातारमचिन्त्यरूप- 
मादित्यवर्णं तमसः परस्तात् ॥ ९ ॥

અનુવાદ
મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન સર્વજ્ઞ, પુરાતન, નિયંતા, લઘુતરથી પણ લઘુતમ, સર્વના પાલનકર્તા, સમસ્ત ભૌતિક કલ્પનાથી પર, અચિંત્ય તથા જેઓ હંમેશાં એક વ્યક્તિ છે એ તરીકે કરવું જોઈએ. તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે અને આ ભૌતિક પ્રકૃતિથી પર છે.


प्रयाणकाले मनसाचलेन 
भक्त्या युक्तो योगबलेन चैव । 
भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्य- 
क्स तं परं पुरुषमुपैति दिव्यम् ॥ १०॥

અનુવાદ
મૃત્યુ સમયે જે મનુષ્ય પોતાના પ્રાણને બે ભમ્મરની વચ્ચે સ્થિર કરીને યોગબળે અવિચળ મનથી પૂર્ણ ભક્તિ સહ પરમેશ્વરના સ્મરણમાં પોતાને પરોવી દે છે, તે નિશ્ચિતપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પામે છે.


यदक्षरं वेदविदो वदन्ति
विशन्ति यद्यतयो वीतरागाः । 
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति 
तत्ते पदं सङ्ग्रहेण प्रवक्ष्ये ॥ ११ ॥

અનુવાદ
જેઓ વેદોના જાણકાર છે, જેઓ કારનું ઉચ્ચારણ કરે છે અને જેઓ સંન્યાસાશ્રમમાં રહેલા મહાન મુનિઓ છે, તેઓ બ્રહ્મમાં પ્રવેશ કરે છે. આવી સિદ્ધિની ઇચ્છા કરનાર વ્યક્તિ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરે છે. હવે હું તને આ પ્રક્રિયા સંક્ષેપમાં વર્ણવીશ કે જે દ્વારા કોઈ પણ મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે છે.


सर्वद्वाराणि संयम्य मनो हृदि निरुध्य च । 
मूर्ध्याधायात्मनः प्राणमास्थितो योगधारणाम् ॥ १२॥

અનુવાદ
સમસ્ત ઇન્દ્રિયોનાં કાર્યોથી વિરક્તિને યોગની સ્થિતિ (યોગધારણા) કહેવામાં આવે છે. ઇન્દ્રિયોનાં બધાં દ્વારો બંધ કરવાં તથા મનને હૃદયમાં અને પ્રાણને મસ્તકના શિખર પર (અર્થાત્ બ્રહ્મરંધ્રમાં) કેન્દ્રિત કરીને મનુષ્ય પોતાને યોગમાં પ્રસ્થાપિત કરે છે.


ॐ इत्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन् । 
यः प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् ॥ १३ ॥

અનુવાદ
આ યોગાભ્યાસમાં સ્થિત થયા પછી તથા અક્ષરોના પરમ સંયોજન ૐકારનું ઉચ્ચારણ કરતા રહી, જો કોઈ મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું ચિંતન કરે છે અને દેહનો ત્યાગ કરે છે, તો તે નિશ્ચિતપણે દિવ્યલોકમાં જાય છે.


अनन्यचेताः सततं यो मां स्मरति नित्यशः । 
तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः ॥ १४॥

અનુવાદ
હે પૃથાપુત્ર અર્જુન, જે મનુષ્ય અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરતો જે રહે છે તેને માટે હું સુલભ છું, કારણ કે તે મારી ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત રહે છે.


मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् 
नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः ॥ १५ ॥

અનુવાદ
મને પ્રાપ્ત કર્યા પછી મહાત્માજનો કે જેઓ ભક્તિયોગી છે, તેઓ દુઃખમય એવા આ ક્ષણભંગુર જગતમાં કદાપિ પાછા આવતા નથી, કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.


आब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन । 
मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते ॥ १६ ॥

અનુવાદ
હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નતમ સુધીના બધા જ દુઃખોનાં સ્થાન છે કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે. પરંતુ હે કુંતીપુત્ર, જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદાપિ પુનર્જન્મ પામતો નથી.


सहस्त्रयुगपर्यन्तमहर्यद्ब्रह्मणो विदुः । 
रात्रिं युगसहस्त्रान्तां तेऽहोरात्रविदो जनाः ॥ १७॥

અનુવાદ
માનવીય ગણના અનુસાર એક હજાર યુગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય છે. વળી તેમની રાત્રિની અવધિ પણ એટલી જ હોય છે.


अव्यक्ताद् व्यक्तयः सर्वाः प्रभवन्त्यहरागमे । 
रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके ॥ १८ ॥

અનુવાદ
બ્રહ્માના દિવસના આરંભકાળે બધા જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે અને પછી, જ્યારે બ્રહ્માની રાત પડે છે ત્યારે તેઓ પુનઃ અવ્યક્ત દશાને પામે છે.


भूतग्रामः स एवायं भूत्वा भूत्वा प्रलीयते । 
रात्र्यागमेऽवशः पार्थ प्रभवत्यहरागमे ॥ १९ ॥

અનુવાદ
વારંવાર, જ્યારે બ્રહ્માનો દિવસ ઉદય પામે છે ત્યારે બધા જીવી પ્રગટ થાય છે અને બ્રહ્માની રાત શરૂ થતાં જ તેઓ અસહાયપણે નાશ પામે છે.


परस्तस्मात्तु भावोऽन्योऽव्यक्तोऽव्यक्तात्सनातनः । 
यः स सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति ॥२०॥

અનુવાદ
આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે, જે શાશ્વત છે અને આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે. તે સર્વોપરી અને કદાપિ નષ્ટ ન થનારી છે. જ્યારે આ જગતમાંનું બધું જ નાશ પામે છે ત્યારે પણ તે ભાગ તેમનો તેમ જ રહે છે.


अव्यक्तोऽक्षर इत्युक्तस्तमाहुः परमां गतिम् ।
यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम ॥ २१ ॥

અનુવાદ
જેને વેદાંતી અપ્રગટ તથા અવિનાશી કહે છે, જે પરમ ગતિ કહેવાય છે અને જેને પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછા આવવું પડતું નથી, તે મારું પરમધામ છે.


पुरुषः स परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया । 
यस्यान्तः स्थानि भूतानि येन सर्वमिदं ततम् ॥ २२ ॥

અનુવાદ
જેઓ સૌથી મહાન છે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા ૪ પ્રાપ્ત થઈ શકે છે. તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે તેમ છતાં તેઓ નર્વત્ર વ્યાપેલા છે અને તેમની અંદર બધું જ સ્થિત છે.


यत्र काले त्वनावृत्तिमावृत्तिं चैव योगिनः । 
प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ ॥ २३ ॥

અનુવાદ
હે ભરતશ્રેષ્ઠ, જે કાળે જગતમાંથી વિદાય લેતા યોગીને પુનર્જન્મ પ્રાપ્ત થાય છે અને જે કાળે વિદાય લેતા પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી એવા વિભિન્ન કાળ વિશે હવે હું તને કહીશ.


अग्निर्ज्योतिरहः शुक्लः षण्मासा उत्तरायणम् । 
तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः ॥ २४ ॥

અનુવાદ
જે મનુષ્યો પરબ્રહ્મના જ્ઞાતા છે તેઓ અગ્નિદેવના પ્રભાવ દરમિયાન, પ્રકાશમાં, દિવસના શુભ સમયે, શુક્લપક્ષમાં અથવા સૂર્ય ઉત્તરાયણમાં હોય ત્યારે, એ છ મહિના દરમિયાન આ જગતમાંથી દેહત્યાગ કરે છે, તેઓ એ પરબ્રહ્મને પામે છે.


धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् ।
तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते ॥ २५ ॥

અનુવાદ
ધૂમાડો, રાત્રિ, કૃષ્ણપામાં કે સૂર્ય દાયનમાં હોય તે છ માસમાં જે યોગી મૃત્યુ પામે છે, તે ચંદ્રલોકમાં જાય છે, પરંતુ ત્યાંથી પુનઃ આવે છે.


शुक्लकृष्णे गती होते जगतः शाश्वते मते । 
एकया यात्यनावृत्तिमन्ययावर्तते पुनः ॥ २६ ॥

અનુવાદ
વૈદિક મતાનુસાર આ જગતમાંથી પ્રયાણ કરવાના બે માર્ગ છેઃ એક પ્રકાશનો (શુક્લપક્ષ) અને બીજો અંધકારનો (કૃષ્ણપક્ષ). જયારે મનુષ્ય પ્રકાશમાં પ્રયાણ કરે છે ત્યારે તે પાછો આવતો નથી, પણ જ્યારે મનુષ્ય અંધકારમાં પ્રયાણા કરે છે ત્યારે તે પાછો આવે છે.  


नैते सृती पार्थ जानन्योगी मुह्यति कश्चन । 
तस्मात्सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन ॥ २७ ॥

અનુવાદ
હે અર્જુન, જોકે ભક્તો આ બન્ને માર્ગોને જાણે છે છતાં તેઓ મોહગ્રસ્ત થતા નથી, માટે તું સદા ભક્તિમાં સ્થિર રહે.


वेदेषु यज्ञेषु तपःसु चैव 
दानेषु यत्पुण्यफलं प्रदिष्टम् । 
अत्येति तत्सर्वमिदं विदित्वा 
योगी परं स्थानमुपैति चाद्यम् ॥ २८ ॥

અનુવાદ
મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે તે વેદાધ્યયન, તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા તાત્ત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનારાં ફળોથી વંચિત રહેતો નથી. તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો પામે છે અને અંતે સર્વોપરી સનાતનધામને પામે છે.


આમ, શ્રીમદ્ ભગવદ્ગીતાના “ભગવત્પ્રાપ્તિ” નામના આઠમા અધ્યાય પરના ભક્તિવેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે.

Comments

Popular Posts From Gayuddy ✨

કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ | અધ્યાય એક | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ | અધ્યાય એક | શ્રીમદ્ ભગવદ્ ગીતા | Shrimad Bhagwat Geeta Chapter One In Gujarati धृतराष्ट्र उवाच:  धृतराष्ट्र धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः । मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय ॥ १ ॥ ધૃતરાષ્ટ્ર બોલ્યા : હે સંજય , તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઇચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું ? (1) सञ्जय उवाच :  दृष्टा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।  आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ॥ २ ॥  સંજયે કહ્યું: હે રાજા, પાંડુ પુત્રોની સેનાને વ્યૂહરચના પ્રમાણે ગોઠવેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આવું વચન આપ્યું . पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।  व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ॥ ३ ॥  હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ, જેની વ્યૂહરચના તમારા જ્ઞાની શિષ્ય દ્રુપદપુત્રે કુશળતાપૂર્વક વ્યૂહરચના બનાવી છે. (3) अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि । युयुधानो विराटश्च द्रुपदश्च महारथः ॥ ४ ॥ અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે , જેમ કે...

કર્મયોગ | અધ્યાય ત્રણ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

કર્મયોગ | અધ્યાય ત્રણ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Three In Gujarati अर्जुन उवाच :  ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन ।  तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव ॥ १ ॥ અર્જુને કહ્યું : હે જનાર્દન , હે કેશવ , જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતાં શ્રેષ્ઠ માનતા હો , તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો ?(1) व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे ।  तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् ॥ २ ॥ આપના દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે . તેથી કૃપા કરીને મને નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારે માટે સૌથી હિતાવહ શું છે ? (2) श्रीभगवानुवाच : लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ ।  ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम् ॥ ३ ॥ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ હે નિષ્પાપ અર્જુન , મેં પૂર્વે સ્પષ્ટતા કરેલી જ છે કે આત્મ - સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનારા મનુષ્યોના બે વર્ગ હોય છે . કેટલાક જ્ઞાનયોગ દ્વારા આને સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિયોગ દ્વારા સમજે છે .(3) न कर्मणामनारम्भान्नैष्कर्म्य पुरु...

દ્વિતીય અધ્યાય | ગીતાનો સાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

દ્વિતીય અધ્યાય | ગીતાનો સાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Two In Gujarati   श्रीभगवानुवाच : इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।  विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥ १ ॥ પુરુષોત્તમ પરમેશ્વર , ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું : મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો .(1) एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।  स कालेनेह महता योगे नष्टः परन्तप ॥ २ ॥ અનુવાદ એ રીતે હે અર્જુન , આ પરમ વિજ્ઞાન ગુરુ - શિષ્યપરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું . પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે .(2) स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।  भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥३ ॥ અનુવાદ તે જ આ પ્રાચીન યોગ , પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું , કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે .(3) अर्जुन उवाच : अपर...

દિવ્યજ્ઞાન | અધ્યાય ચાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

દિવ્યજ્ઞાન | અધ્યાય ચાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Four In Gujarati श्रीभगवानुवाच : इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।  विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥ १ ॥ પુરુષોત્તમ પરમેશ્વર , ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું : મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો .(1) एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।  स कालेनेह महता योगे नष्टः परन्तप ॥ २ ॥ એ રીતે હે અર્જુન , આ પરમ વિજ્ઞાન ગુરુ - શિષ્યપરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું . પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે .(2) स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।  भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥३ ॥ તે જ આ પ્રાચીન યોગ , પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું , કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે .(3) अर्जुन उवाच : अपरं भवतो जन्म परं जन्म विव...