Skip to main content

પરમેશ્વરનું જ્ઞાન | અધ્યાય સાત | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

Shrimad Bhagwat Geeta Chapter Seven In Gujarati

પરમેશ્વરનું જ્ઞાન | અધ્યાય સાત | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Seven In Gujarati



श्रीभगवानुवाच : 
मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः । 
असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु ॥ १ ॥

પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ હે પૃથાપુત્ર , હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી અને મનને મારામાં અનુરક્ત કરીને યોગાભ્યાસ કરતો રહી મને સંપૂર્ણપણે સંદેહરહિત થઈ જાણી શકીશ .(1)

ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः । 
यज्ज्ञात्वा नेह भूयोऽन्यज्ज्ञातव्यमवशिष्यते ॥ २ ॥

હવે , હું તને પૂર્ણરૂપે ઇન્દ્રિયગમ્ય તથા દિવ્ય એમ બન્ને જ્ઞાન વિશે કહીશ . આ જાણ્યા પછી તારે જાણવા યોગ્ય કશું જ બાકી રહેશે નહિ .(2)

मनुष्याणां सहस्त्रेषु कश्चिद्यतति सिद्धये । 
यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः ॥ ३ ॥

હજારો મનુષ્યોમાંથી કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે અને , આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારામાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણે છે .(3)

भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च । 
अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ॥४ ॥

પૃથ્વી , જળ , અગ્નિ , વાયુ , આકાશ , મન , બુદ્ધિ તથા અહંકાર - એ આઠ મારી વિભિન્ન ભૌતિક શક્તિઓ છે .(4)

अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् । 
जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ॥ ५ ॥

વળી હે મહાબાહુ અર્જુન , આ નિકૃષ્ટ શક્તિ ઉપરાંત મારી એક અન્ય ચડિયાતી પરા શક્તિ પણ છે કે જે જીવોની બનેલી છે અને જે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યા કરે છે અને તેનાં સંસાધનોનો ઉપભોગ કરે છે .(5)

एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय । 
अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा ॥ ६ ॥

સર્વ સર્જાયેલા જીવોનો ઉદ્ભવ આ બન્ને શક્તિઓમાં રહેલો છે . આ જગતમાં જે કંઈ ભૌતિક અને આધ્યાત્મિક છે તે સર્વની ઉત્પત્તિ તથા વિનાશરૂપ મને જ જાણ .(6)

मत्तः परतरं नान्यत्किञ्चिदस्ति धनञ्जय । 
मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ॥ ७ ॥

હે ધનંજય , મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્ત્વ ( સત્ય ) નથી . જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલાં રહે છે , તેવી રીતે સર્વ કાંઈ મારા આધારે રહેલું છે .(7)

रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः । 
प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु ॥ ८ ॥

હે કુંતીપુત્ર અર્જુન , હું પાણીમાં સ્વાદ છું , સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ છું . વૈદિક મંત્રોમાં ૐકાર છું , હું આકાશમાં શબ્દ તથા મનુષ્યોમાં સામર્થ્ય છું .(8)

पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ । 
जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु ॥९ ॥

હું પૃથ્વીની આદ્ય સુગંધ તથા અગ્નિની ઉષ્ણતા છું , હું જીવમાત્રનું જીવન તથા તપસ્વીઓનું તપ છું .(9)

बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् । 
बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् ॥ १० ॥

હે પૃથાપુત્ર , જાણી લે કે હું જ સર્વ જીવોનું આદિ બીજ છું , બુદ્ધિમાનોની બુદ્ધિ છું અને સર્વ શક્તિશાળી પુરુષોનું તેજ હું છું .(10)

बलं बलवतां चाहं कामरागविवर्जितम् । 
धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ॥ ११ ॥

અનુવાદ હું બળવાનોનું કામ તથા વાસના રહિત બળ છું . હે ભરતશ્રેષ્ઠ અર્જુન , ધર્મના સિદ્ધાંતોની વિરુદ્ધનું ન હોય તેવું જાતીય જીવન હું જ છું .(11)

ये चैव सात्त्विका भावा राजसाप्तामा ये । 
मत्त एवेति तान्विद्धि न त्वहं तेषु ते मयि ॥ १२ ॥

અનુવાદ તું જાણી લે કે સર્વ ભાવ , પછી તે સત્ત્વગુણી હોય , રજોગુણી હોય કે તમોગુણી હોય , તે બધા જ મારી શક્તિ દ્વારા પ્રગટ થયેલા છે . એક રીતે હું સર્વ કાંઈ છું , પરંતુ સ્વતંત્ર છું . હું ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન નથી , બલકે તેઓ મારે આધીન છે . (12)

त्रिभिर्गुणमवैभवरेभिः सर्वमिदं जगत् । 
मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् ॥ १३ ॥

અનુવાદ ત્રણ ગુણો , ( સત્ત્વ , રજ તથા તમ ) દ્વારા મોહ પામેલું આ સમગ્ર જગત ગુણાતીત તથા અવિનાશી એવા મને જાણતું નથી . (13)

दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया । 
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ॥ १४ ॥

અનુવાદ ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોની બનેલી મારી આ દૈવી માયાને જીતવી અત્યંત દુષ્કર છે , પરંતુ જેઓ મને શરણાગત થઈ જાય છે , તેઓ તેને સરળતાથી પાર કરી જાય છે .(14)

न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः । 
माययापहृतज्ञाना आसुरं भावमाश्रिताः ॥ १५ ॥ 

અનુવાદ જે મનુષ્યો તદન મૂર્ખ છે , જેઓ મનુષ્યમાં અધમ છે , જેમનું જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે અને જેઓ અસુરોની નાસ્તિક પ્રકૃતિ ધરાવનારા છે , એવા દુષ્ટો મારું શરણ ગ્રહણ કરતા નથી .(15)

चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन । 
आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ ॥ १६ ॥

અનુવાદ હે ભરતશ્રેષ્ઠ , ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મારી ભક્તિમય સેવા કરે છે - દુઃખી , અર્થાર્થી , જિજ્ઞાસુ અને જે પરમ સત્યના જ્ઞાનની શોધમાં છે તે .(16)

तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते । 
प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ॥ १७ ॥

અનુવાદ આમાંનો જે પૂર્ણ જ્ઞાની છે અને શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે તે સર્વશ્રેષ્ઠ છે , કારણ કે હું તેને અત્યંત પ્રિય છું અને તે મને પ્રિય છે .(17)

उदारा : सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् ।
आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् ॥ १८ ॥

અનુવાદ આ બધા ભક્તો નિઃસંદેહ ઉદાર મનવાળા મનુષ્યો છે , પરંતુ જે મનુષ્ય મારા જ્ઞાનમાં સ્થિત થયેલો છે તેને હું મારા પોતાના આત્મા સમાન ગણું છું . તે મારી દિવ્ય સેવામાં તન્મય રહેતો હોવાથી તે સર્વોચ્ચ અને સર્વથા સંપૂર્ણ ધ્યેય એવા મને નિશ્ચિતરૂપે પ્રાપ્ત કરે છે .(18)

बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते । 
वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ॥ १ ९ ॥

અનુવાદ અનેક જન્મ - જન્માંતરો પછી જે મનુષ્યને ખરેખર જ્ઞાન થાય છે , તે મને સર્વ કારણોના કારણ જાણી મારે શરણે આવે છે . આવો મહાત્મા અતિ દુર્લભ હોય છે .(19)

कामैस्तैस्तैर्हतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः । 
तं तं नियममास्थाय प्रकृत्या नियताः स्वया ॥ २० ॥

અનુવાદ જેમની બુદ્ધિ ભૌતિક ઇચ્છાઓ દ્વારા હરાઈ ગઈ છે તેઓ દેવોના શરણે જાય છે અને તેઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે પૂજાનાં વિશિષ્ટ વિધિવિધાનોને અનુસરે છે .(20)

यो यो यां यां तनुं भक्तः श्रद्धयाचिंतुमिच्छति । 
तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् ॥ २१ ॥

અનુવાદ હું જીવમાત્રના હૃદયમાં પરમાત્મારૂપે વિદ્યમાન છું . કોઈ મનુષ્ય જ્યારે કોઈ દેવની પૂજા કરવા ઇચ્છે છે ત્યારે હું તરત જ તેની શ્રદ્ધાને સ્થિર કરું છું , કે જેથી તે મનુષ્ય તે વિશિષ્ટ દેવની આરાધના કરી શકે .(21)

स तया श्रद्धया युक्तस्तस्याराधनमीहते । 
लभते च ततः कामान्मयैव विहितान्हि तान् ॥ २२ ॥

અનુવાદ આવી શ્રદ્ધાથી યુક્ત થયેલો તે , અમુક દેવની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને પોતાની ઇચ્છાની પૂર્તિ કરે છે . પરંતુ વાસ્તવિકતા એ છે કે આ બધા લાભ મારા થકી જ પ્રાપ્ત થાય છે .(22)

अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसाम् । 
देवान्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि ॥ २३ ॥

અનુવાદ અલ્પ બુદ્ધિવાળા મનુષ્યો દેવોની પૂજા કરે છે અને તેમને મળનારાં ફળ સીમિત તથા અસ્થાયી હોય છે . દેવોને પૂજનારા લોકો દેવલોકમાં જાય છે , પરંતુ મારા ભક્તો તો મારા પરમધામને જ પામે છે . (23)

अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः । 
परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् ॥ २४ ॥

અનુવાદ મને પૂર્ણ રીતે નહિ જાણનારા બુદ્ધિહીન મનુષ્યો માને છે કે હું , પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ , પહેલાં નિરાકાર હતો અને હવે મેં આ વ્યક્તિત્વને ધારણ કર્યું છે . તેમના અલ્પ જ્ઞાનને કારણે તેઓ મારી અવિનાશી અને સર્વોપરી પ્રકૃતિને જાણતા નથી . (24)

नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः । 
मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम् ॥ २५ ॥ 

અનુવાદ હું મૂર્ખ તથા અલ્પ બુદ્ધિવાળા માણસો સમક્ષ કદી પોતાને પ્રગટ કરતો નથી . તેમને માટે હું મારી અંતરંગ શક્તિ દ્વારા આવૃત્ત રહું છું અને તેથી તેઓ જાણતા નથી કે હું અજન્મા તથા અવિનાશી છું .(25)

वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन । 
भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन ॥ २६ ॥

અનુવાદ હે અર્જુન , પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કંઈ ભૂતકાળમાં થયેલું , જે વર્તમાનમાં થઈ રહ્યું છે , અને જે હવે થવાનું છે તે બધું જ જાણું છું . હું સર્વ જીવોને જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી .(26)

इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत । 
सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परन्तप ॥ २७ ॥

અનુવાદ હૈ ભારત , હે શત્રુવિજેતા , સર્વ જીવો જન્મ લઈને ઇચ્છા તથા દ્વેષથી ઉત્પન્ન થતા દ્વંદ્વોથી મોહગ્રસ્ત થઈને આસક્તિ ( મોહ ) ને પામે છે .(27)

येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम् । 
ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः ॥ २८ ॥

અનુવાદ જે મનુષ્યોએ પૂર્વ જન્મમાં તથા આ જન્મમાં પુણ્યકર્મો કર્યાં છે અને જેમના પાપકર્મો સમૂળગાં નષ્ટ થયાં છે , તેઓ મોહના ધંધોથી મુક્ત થઈ જાય છે અને મારી સેવામાં દેઢ નિશ્ચયપૂર્વક પરોવાઈ જાય છે .(28)

जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये । 
ते ब्रह्म तद्विदुः कृत्स्नमध्यात्मं कर्म चाखिलम् ॥ २ ९ ॥

અનુવાદનું જે બુદ્ધિશાળી મનુષ્યો જરા તથા મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ રહે છે તેઓ મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે . તેઓ વસ્તુતઃ બ્રહ્મ છે , કારણ કે તેઓ દિવ્ય કર્મો વિશે પૂર્ણપણે જાણે છે .(29)

साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदुः । 
प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः ॥ ३० ॥

અનુવાદ જે મનુષ્યો મને , પરમેશ્વરને , મારી પૂર્ણ ચેતનામાં રહીને મને જગતનો , દેવોનો તથા યજ્ઞની સર્વ પદ્ધતિઓનો નિયામક જાણે છે , તેઓ પોતાના મૃત્યુ સમયે પણ મને ભગવાન તરીકે જાણી તથા સમજી શકે છે .(30)


આમ , શ્રીમદ્ ભગવદ્ ગીતાના “ ભગવદ્ જ્ઞાન” નામના સાતમા અધ્યાય પરના ભક્તિવેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે .

Comments

Popular Posts From Gayuddy ✨

કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ | અધ્યાય એક | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ | અધ્યાય એક | શ્રીમદ્ ભગવદ્ ગીતા | Shrimad Bhagwat Geeta Chapter One In Gujarati धृतराष्ट्र उवाच:  धृतराष्ट्र धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः । मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय ॥ १ ॥ ધૃતરાષ્ટ્ર બોલ્યા : હે સંજય , તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઇચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું ? (1) सञ्जय उवाच :  दृष्टा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।  आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ॥ २ ॥  સંજયે કહ્યું: હે રાજા, પાંડુ પુત્રોની સેનાને વ્યૂહરચના પ્રમાણે ગોઠવેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આવું વચન આપ્યું . पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।  व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ॥ ३ ॥  હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ, જેની વ્યૂહરચના તમારા જ્ઞાની શિષ્ય દ્રુપદપુત્રે કુશળતાપૂર્વક વ્યૂહરચના બનાવી છે. (3) अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि । युयुधानो विराटश्च द्रुपदश्च महारथः ॥ ४ ॥ અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે , જેમ કે...

કર્મયોગ | અધ્યાય ત્રણ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

કર્મયોગ | અધ્યાય ત્રણ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Three In Gujarati अर्जुन उवाच :  ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन ।  तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव ॥ १ ॥ અર્જુને કહ્યું : હે જનાર્દન , હે કેશવ , જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતાં શ્રેષ્ઠ માનતા હો , તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો ?(1) व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे ।  तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् ॥ २ ॥ આપના દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે . તેથી કૃપા કરીને મને નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારે માટે સૌથી હિતાવહ શું છે ? (2) श्रीभगवानुवाच : लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ ।  ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम् ॥ ३ ॥ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ હે નિષ્પાપ અર્જુન , મેં પૂર્વે સ્પષ્ટતા કરેલી જ છે કે આત્મ - સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનારા મનુષ્યોના બે વર્ગ હોય છે . કેટલાક જ્ઞાનયોગ દ્વારા આને સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિયોગ દ્વારા સમજે છે .(3) न कर्मणामनारम्भान्नैष्कर्म्य पुरु...

દ્વિતીય અધ્યાય | ગીતાનો સાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

દ્વિતીય અધ્યાય | ગીતાનો સાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Two In Gujarati   श्रीभगवानुवाच : इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।  विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥ १ ॥ પુરુષોત્તમ પરમેશ્વર , ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું : મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો .(1) एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।  स कालेनेह महता योगे नष्टः परन्तप ॥ २ ॥ અનુવાદ એ રીતે હે અર્જુન , આ પરમ વિજ્ઞાન ગુરુ - શિષ્યપરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું . પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે .(2) स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।  भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥३ ॥ અનુવાદ તે જ આ પ્રાચીન યોગ , પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું , કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે .(3) अर्जुन उवाच : अपर...

દિવ્યજ્ઞાન | અધ્યાય ચાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

દિવ્યજ્ઞાન | અધ્યાય ચાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Four In Gujarati श्रीभगवानुवाच : इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।  विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥ १ ॥ પુરુષોત્તમ પરમેશ્વર , ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું : મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો .(1) एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।  स कालेनेह महता योगे नष्टः परन्तप ॥ २ ॥ એ રીતે હે અર્જુન , આ પરમ વિજ્ઞાન ગુરુ - શિષ્યપરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું . પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે .(2) स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।  भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥३ ॥ તે જ આ પ્રાચીન યોગ , પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું , કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે .(3) अर्जुन उवाच : अपरं भवतो जन्म परं जन्म विव...