Skip to main content

દૈવી તથા આસુરી પ્રકૃતિ | અધ્યાય સોળ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

Shrimad Bhagwat Geeta


દૈવી તથા આસુરી પ્રકૃતિ | અધ્યાય સોળ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Sixteen In Gujarati


श्रीभगवानुवाच
अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः । 
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥ १ ॥
 अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् । 
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ॥ २॥ 
तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता । 
भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत ॥ ३ ॥

અનુવાદ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ હે ભરતપુત્ર, નિર્ભયતા, આત્મશુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વેદાધ્યયન, તપશ્ચર્યા, સાદાઈ, અહિંસા, સત્યતા, ક્રોધવિહીનતા, ત્યાગ, શાંતિ, છિદ્રાન્વેષણમાં અરુચિ, જીવમાત્ર પર દયા, નિર્લોભીપણું, સૌમ્યતા, લજ્જા, નિશ્ચય, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, ઈર્ષાથી મુક્તિ તથા માનની ઇચ્છાથી મુક્તિ, આ સર્વ દિવ્ય ગુણો છે કે જે દૈવી પ્રકૃતિવાળા દેવતુલ્ય પુરુષોમાં જોવામાં આવે છે. 


दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च ।
अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीम् ॥ ४॥

અનુવાદ
હે પાર્થ, દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા તથા અજ્ઞાન - આ આસુરી પ્રકૃતિવાળા માણસોના ગુણો છે.


दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरी मता ।
मा शुचः सम्पदं दैवीमभिजातोऽसि पाण्डव ॥ ५ ॥

અનુવાદ
દિવ્ય ગુણો મોક્ષ તરફ લઈ જનારા હોય છે અને આસુરી ગુણો બંધનકારક હોય છે. હે પાંડુપુત્ર, તું ચિંતા કરીશ નહિ, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જ જન્મેલો છે.


द्वौ भूतसर्गौ लोकेऽस्मिन्दैव आसुर एव च । 
दैवो विस्तरशः प्रोक्त आसुरं पार्थ मे शृणु ॥ ६॥

અનુવાદ
હે પાર્થ, આ જગતમાં સર્જન પામેલા જીવો બે પ્રકારના હોય છે. એક દૈવી કહેવાય છે અને બીજા આસુરી કહેવાય છે. મેં અગાઉ તને દૈવી ગુણો વિસ્તારથી સમજાવ્યા છે. હવે મારી પાસેથી આસુરી ગુણો વિશે સાંભળ.


प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः । 
न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते ॥७॥

અનુવાદ
જે લોકો આસુરી હોય છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેઓમાં નથી પવિત્રતા, નથી ઉચિત આચરણ કે નથી સત્ય જોવા મળતું.


असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् ।
अपरस्परसम्भूतं किमन्यत्कामहैतुकम् ॥ ८ ॥

અનુવાદ
તેઓ કહે છે કે આ જગત મિથ્યા છે, તેનો કોઈ આધાર નથી અને તેનું નિયમન કરનાર કોઈ ભગવાન નથી. તેમનું કહેવું છે કે તે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે અને કામ સિવાય તેનું બીજું કોઈ કારણ નથી.


एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः । 
प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतोऽहिताः ॥ ९ ॥

અનુવાદ
આવા નિષ્કર્ષોને અનુસરનારા આત્મજ્ઞાન ગુમાવી દીધેલા બુદ્ધિહીન આસુરી લોકો એવા અહિતકર અને ભયાવહ કાર્યોમાં પરોવાયેલા રહે છે કે જે જગતના વિનાશ માટે હોય છે.


काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः । 
मोहाद्गृहीत्वासद्ग्राहान्प्रवर्तन्तेऽशुचिव्रताः ॥ १०॥

અનુવાદ
કદાપિ સંતુષ્ટ ન થનારા કામનો આશ્રય લઈને તથા ગર્વના મદમાં તથા મિથ્યા પ્રતિષ્ઠામાં ડૂબેલા આસુરી લોકો આ રીતે મોહગ્રસ્ત થઈને હંમેશાં ક્ષણભંગુર વસ્તુઓ દ્વારા અપવિત્ર કર્મનું વ્રત લેતા હોય છે.


चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिताः । 
कामोपभोगपरमा एतावदिति निश्चिताः ॥ ११॥
 आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः । 
ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसञ्चयान् ॥ १२॥

અનુવાદ
તેઓ એવો વિશ્વાસ ધરાવે છે કે ઇન્દ્રિયોની તૃપ્તિ એ જ માનવ સભ્યતાની મુખ્ય જરૂરિયાત છે. એ રીતે અંતકાળ સુધી તેમને અપાર ચિંતા રહે છે. તેઓ લક્ષાવષિ ચિંતાઓની જાળમાં બંધાયેલા રહીને અને કામ તથા કોષમાં ડૂબેલા રહીને ઇન્દ્રિયતૃપ્તિ માટે અનૈતિક સાધનો દ્વારા ધનસંગ્રહ કરે છે.


इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् ।
इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् ॥ १३॥
असौ मया हतः शत्रुर्हनिष्ये चापरानपि । 
ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान्सुखी ॥ १४ ॥ 
आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया । 
यक्ष्ये दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिताः ॥ १५॥

અનુવાદ
આસુરી મનુષ્યો વિચારે છે, “આજે મારી પાસે આટલું ધન છે અને મારી યોજનાઓ દ્વારા હું વળી વધારે ધન મેળવીશ. હાલમાં મારી પાસે આટલું છે અને ભવિષ્યમાં તે વધીને વધારે થઈ જશે. તે મારો શત્રુ છે અને મેં તેને મારી નાખ્યો છે અને મારા બીજા શત્રુઓ પણ માર્યા જશે. હું બધી વસ્તુઓનો સ્વામી છું. હું ભોક્તા છું. હું સિદ્ધ છું, શક્તિશાળી અને સુખી છું. હું સૌથી વધુ ધનવાન છું તથા મારી આજુબાજુ મારા કુળવાન સંબંધીઓ છે. કોઈ અન્ય મારા જેવો બળવાન તથા સુખી નથી. હું યજ્ઞો કરીશ, હું દાન આપી અને એ રીતે આનંદ પામીશ." આ પ્રમાણે આવા મનુષ્યો મોહમાં ફસાયેલા હોય છે.


अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः ।
प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेऽशुचौ ॥ १६ ॥

અનુવાદ
આ પ્રમાણે વિવિધ ચિંતાઓથી ઉદ્વિગ્ન થયેલા અને મોહજાળના બંધનમાં ફસાયેલા, તેઓ ઇન્દ્રિયભોગમાં અત્યંત આસક્ત બને છે તથા નરકમાં પડે છે.


आत्मसम्भाविताः स्तब्धा धनमानमदान्विताः । 
यजन्ते नामयज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् ॥ १७ ॥

અનુવાદ
પોતાને જ શ્રેષ્ઠ માનનારા સદા ઉદ્ધત રહેતા, ધનસંપત્તિ તથા મિથ્યાભિમાનથી મોહગ્રસ્ત થયેલા લોકો કોઈ વિધિવિધાનનું પાલન કર્યા વગર કેટલીક વખત નામમાત્ર માટે બહુ ગર્વથી યજ્ઞ કરે છે.


अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः । 
मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः ॥ १८ ॥

અનુવાદ
મિથ્યા અહંકાર, બળ, દર્પ, કામ તથા ક્રોધથી મોહિત થઈને આસુરી મનુષ્યો પોતાના શરીરમાં તથા બીજાઓનાં શરીરોમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષા કરે છે, તથા વાસ્તવિક ધર્મની નિંદા કરતા રહે છે.


तानहं द्विषतः क्रूरान्संसारेषु नराधमान् । 
क्षिपाम्यजस्त्रमशुभानासुरीष्वेव योनिषु ॥ १९॥

અનુવાદ
જે લોકો ઈર્ષાળુ તથા ક્રૂર છે અને નરાધમ છે તેમને હું વિભિન્ન આસુરી યોનિઓમાં મૂકીને નિરંતર ભવસાગરમાં નાખ્યા કરું છું.


आसुरीं योनिमापन्ना मूढा जन्मनिजन्मनि । 
मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ॥ २० ॥

અનુવાદ
હે કુંતીપુત્ર, આવા મનુષ્યો આસુરી યોનિમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી. તેઓ ક્રમશઃ અત્યંત અધમ જીવનની ગતિને પામે છે.


त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः ।
कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् ॥ २१ ॥

અનુવાદ
આ નરકનાં ત્રણ દ્વાર છે - કામ, ક્રોધ અને લોભ. દરેક શાણા મનુષ્ય તેમનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેમનાથી આત્માનું પતન થાય છે. 


एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः । 
आचरत्यात्मनः श्रेयस्ततो याति परां गतिम् ॥ २२ ॥

અનુવાદ
હે કુંતીપુત્ર, જે મનુષ્ય આ નરકનાં ત્રણ દ્વારોથી બચી ગયેલો હોય છે, તે આત્મ-સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે અને પછી ક્રમશઃ પરમ ગતિ પામે છે.


यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः । 
न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ॥ २३ ॥

અનુવાદ
જે મનુષ્ય શાસ્ત્રોના આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તેમ મનસ્વી વર્તન કરે છે, તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો કે નથી પરમ ગતિ પામતો.


तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ । 
ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि ॥ २४ ॥

અનુવાદ
તેથી, મનુષ્ય શાસ્ત્રોનાં નિયમનો પરથી સમજવું જોઈએ કે શું કર્તવ્ય છે અને શું કર્તવ્ય નથી. આવાં નિયમો અને નિયંત્રણો જાણીને મનુષ્ય એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી તે ક્રમે ક્રમે ઉન્નતિ પામી શકે.


આમ, શ્રીમદ્ ભગવદ્ ગીતાના દૈવી તથા આસુરી સ્વભાવ” નામના સોળમા અધ્યાય પરના ભક્તિવેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે.

Comments

Popular Posts From Gayuddy ✨

કર્મયોગ | અધ્યાય ત્રણ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

કર્મયોગ | અધ્યાય ત્રણ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Three In Gujarati अर्जुन उवाच :  ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन ।  तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव ॥ १ ॥ અર્જુને કહ્યું : હે જનાર્દન , હે કેશવ , જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતાં શ્રેષ્ઠ માનતા હો , તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો ?(1) व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे ।  तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् ॥ २ ॥ આપના દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે . તેથી કૃપા કરીને મને નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારે માટે સૌથી હિતાવહ શું છે ? (2) श्रीभगवानुवाच : लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ ।  ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम् ॥ ३ ॥ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ હે નિષ્પાપ અર્જુન , મેં પૂર્વે સ્પષ્ટતા કરેલી જ છે કે આત્મ - સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનારા મનુષ્યોના બે વર્ગ હોય છે . કેટલાક જ્ઞાનયોગ દ્વારા આને સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિયોગ દ્વારા સમજે છે .(3) न कर्मणामनारम्भान्नैष्कर्म्य पुरु...

કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ | અધ્યાય એક | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ | અધ્યાય એક | શ્રીમદ્ ભગવદ્ ગીતા | Shrimad Bhagwat Geeta Chapter One In Gujarati धृतराष्ट्र उवाच:  धृतराष्ट्र धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः । मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय ॥ १ ॥ ધૃતરાષ્ટ્ર બોલ્યા : હે સંજય , તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઇચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું ? (1) सञ्जय उवाच :  दृष्टा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।  आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ॥ २ ॥  સંજયે કહ્યું: હે રાજા, પાંડુ પુત્રોની સેનાને વ્યૂહરચના પ્રમાણે ગોઠવેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આવું વચન આપ્યું . पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।  व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ॥ ३ ॥  હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ, જેની વ્યૂહરચના તમારા જ્ઞાની શિષ્ય દ્રુપદપુત્રે કુશળતાપૂર્વક વ્યૂહરચના બનાવી છે. (3) अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि । युयुधानो विराटश्च द्रुपदश्च महारथः ॥ ४ ॥ અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે , જેમ કે...

દ્વિતીય અધ્યાય | ગીતાનો સાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

દ્વિતીય અધ્યાય | ગીતાનો સાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Two In Gujarati   श्रीभगवानुवाच : इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।  विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥ १ ॥ પુરુષોત્તમ પરમેશ્વર , ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું : મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો .(1) एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।  स कालेनेह महता योगे नष्टः परन्तप ॥ २ ॥ અનુવાદ એ રીતે હે અર્જુન , આ પરમ વિજ્ઞાન ગુરુ - શિષ્યપરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું . પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે .(2) स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।  भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥३ ॥ અનુવાદ તે જ આ પ્રાચીન યોગ , પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું , કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે .(3) अर्जुन उवाच : अपर...

દિવ્યજ્ઞાન | અધ્યાય ચાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

દિવ્યજ્ઞાન | અધ્યાય ચાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Four In Gujarati श्रीभगवानुवाच : इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।  विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥ १ ॥ પુરુષોત્તમ પરમેશ્વર , ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું : મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો .(1) एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।  स कालेनेह महता योगे नष्टः परन्तप ॥ २ ॥ એ રીતે હે અર્જુન , આ પરમ વિજ્ઞાન ગુરુ - શિષ્યપરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું . પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે .(2) स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।  भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥३ ॥ તે જ આ પ્રાચીન યોગ , પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું , કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે .(3) अर्जुन उवाच : अपरं भवतो जन्म परं जन्म विव...