Skip to main content

પરમેશ્વરનું ઐશ્વર્ય | અધ્યાય દશ | શ્રીમદ્દ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

Shrimad Bhagwad Geeta


પરમેશ્વરનું ઐશ્વર્ય | અધ્યાય દશ | શ્રીમદ્દ ભગવદ્ ગીતા ગુજરાતીમાં |
Shrimad Bhagwat Geeta Chapter Ten In Gujarati

 श्रीभगवानुवाच
भूय एव महाबाहो शृणु मे परमं वचः । 
यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ॥ १ ॥

અનુવાદ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ હે મહાબાહુ અર્જુન, વળી સાંભળ, તું મારો પ્રિય સખા છે તેથી હું તારા હિતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં અગાઉ સમજાવેલા જ્ઞાનથી શ્રેષ્ઠ હશે.


न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः ।
अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः ॥ २ ॥

અનુવાદ
મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે અને ન તો મહર્ષિઓ જાણે છે, કારણ કે હું જ સર્વથા દેવો તથા મહર્ષિઓનો સ્રોત છું.


यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् । 
असम्मूढः स मर्त्येषु सर्वपापैः प्रमुच्यते ॥ ३ ॥

અનુવાદ
મનુષ્યોમાં માત્ર તે જ મોહરહિત અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે, જે મને અજન્મા, અનાદિ તથા સર્વ ગ્રહમંડળોના સ્વામી તરીકે જાણે છે.


बुद्धिर्ज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः शमः ।
सुखं दुःखं भवोऽभावो भयं चाभयमेव च ॥ ४ ॥
अहिंसा समता तुष्टिस्तपो दानं यशोऽयशः ।
भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः ॥ ५ ॥

અનુવાદ
બુદ્ધિ, જ્ઞાન, સંશય તથા મોહથી મુક્તિ, ક્ષમાભાવ, સત્યતા, ઇન્દ્રિયનિગ્રહ, મનોનિગ્રહ, સુખ તથા દુ:ખ, જન્મ, મૃત્યુ, ભય, અભય, અહિંસા, સમતા, તુષ્ટિ, તપ, દાન, યશ તથા અપયશ - જીવોના આ વિવિધ ગુણો મારા વડે જ ઉત્પન્ન થયેલા છે.


महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा । 
मद्भावा मानसा जाता येषां लोक इमाः प्रजाः ॥ ६ ॥

અનુવાદ
સપ્તર્ષિઓ તથા તેમની પૂર્વે ચાર અન્ય મહર્ષિઓ તેમ જ બધા મનુઓ (માનવજાતિના પૂર્વજો) મારા મનથી ઉત્પન્ન થયેલા છે અને વિભિન્ન લોકમાં નિવાસ કરનારા સર્વ જીવો તેમનામાંથી આવે છે.


एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः ।
सोऽविकल्पेन योगेन युज्यते नात्र संशयः ॥ ७ ॥

અનુવાદ
જે મનુષ્ય મારા આ ઐશ્વર્ય તથા યોગને વિશે ખરેખર દૃઢ વિશ્વાસ ધરાવે છે, તે મારી અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે. આ વિશે લેશમાત્ર શંકા નથી. 


अहं सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्तते ।
इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विताः ॥ ८ ॥

અનુવાદ
હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વોનું કારણ છું. દરેક વસ્તુ મારામાંથી જ ઉદ્ભવે છે. જે બુદ્ધિમાન મનુષ્યો આ સારી રીતે જાણે છે તેઓ મારી પ્રેમભક્તિમાં પરોવાય છે અને સર્વથા અંતઃ કરણપૂર્વક મને ભજે છે.


मच्चित्ता मद्गतप्राणा बोधयन्तः परस्परम् 
कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च ॥ ९॥

અનુવાદ
મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં નિમગ્ન હોય છે, તેમનાં જીવન પૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે અને તેઓ પરસ્પર બોધ આપી તથા મારા વિશે વાતો કરી પરમ સંતોષ તથા આનંદનો અનુભવ કરે છે.


तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् । 
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ॥ १० ॥

અનુવાદ
જે મનુષ્યો મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે, તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે છે.


तेषामेवानुकम्पार्थमहमज्ञानजं तमः ।
नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता ॥ ११ ॥

અનુવાદ
ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે તેમનાં હૃદયોમાં નિવાસ કરનારો હું, જ્ઞાનરૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું.


अर्जुन उवाच
परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् । 
पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम् ॥ १२ ॥
आहुस्त्वामृषयः सर्वे देवर्षिर्नारदस्तथा । 
असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे ॥ १३ ॥

અનુવાદ
અર્જુને કહ્યું: આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, પરમધામ, પરમ પવિત્ર, પરમ સત્ય છો. આપ સનાતન, દિવ્ય, આદિપુરુષ, અજન્મા તથા મહાનતમ છો. નારદ, અસિત, દેવલ તથા વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે અને હવે આપ સ્વયં મને તે જ કહી રહ્યા છો.


सर्वमेतदृतं मन्ये यन्मां वदसि केशव । 
न हि ते भगवन्व्यक्तिं विदुर्देवा न दानवाः ॥ १४॥

અનુવાદ
હૈ કૃષ્ણ, આપે મને જે બધું કહ્યું છે તેને હું સર્વથા સાચું માની સ્વીકારું છું. હે પ્રભુ, ન તો દેવો કે ન તો દાનવો આપના સ્વરૂપને જાણવા સમર્થ છે.


स्वयमेवात्मनात्मानं वेत्थ त्वं पुरुषोत्तम ।
भूतभावन भूतेश देवदेव जगत्पते ॥ १५ ॥

અનુવાદ
હૈ પુરુષોત્તમ, હે સર્વના ઉદ્ભવસ્થાન, હે સમસ્ત જીવોના સ્વામી, હે દેવોના દેવ, હે વિશ્વના સ્વામી, એકમાત્ર આપ જ પોતાની અંતરંગ શક્તિથી પોતાને જાણો છો.

वक्तुमर्हस्यशेषेण दिव्या ह्यात्मविभूतयः । 
याभिर्विभूतिभिर्लोकानिमांस्त्वं व्याप्य तिष्ठसि ॥ १६॥

અનુવાદ
જેમના વડે આપ આ સર્વ લોકમાં વ્યાપો છો, તે આપના દૈવી ઐશ્વર્યો વિશે કૃપા કરીને મને વિગતવાર કહો.


कथं विद्यामहं योगिंस्त्वां सदा परिचिन्तयन् ।
केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया ॥ १७॥

અનુવાદ
હે કૃષ્ણ, હે પરમ યોગી, હું કેવી રીતે આપનું સતત ચિંતન કરું અને કેવી રીતે આપને જાણી શકું? હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, આપનું સ્મરણ કયાં કયાં રૂપોમાં કરવામાં આવે?


विस्तरेणात्मनो योगं विभूतिं च जनार्दन । 
भूयः कथय तृप्तिर्हि शृण्वतो नास्ति मेऽमृतम् ॥ १८ ॥

અનુવાદ
હે જનાર્દન, આપ કૃપા કરી ફરીથી આપના યોગસામર્થ્ય તથા ઐશ્વર્યનું વિસ્તારથી વર્ણન કરો. હું આપના વિશે શ્રવણ કરવામાં ક્યારેય તૃપ્ત થતો નથી, કેમ કે જેમ હું આપના વિશે વધુ સાંભળું છું તેમ, આપના શબ્દરૂપી અમૃતનું વધુ ને વધુ આસ્વાદન કરવા ઇચ્છું છું.


श्रीभगवानुवाच
हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः । 
प्राधान्यतः कुरुश्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे ॥ १९ ॥

અનુવાદ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ હવે હું તને મારાં ફક્ત મુખ્ય મુખ્ય વૈભવયુક્ત રૂપોનું વર્ણન સંભળાવીશ, કારણ કે હે અર્જુન, મારું ઐશ્વર્ય અપાર છે.


अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः । 
अहमादिश्च मध्यं च भूतानामन्त एव च ॥ २० ॥

અનુવાદ
હે અર્જુન, હું જીવમાત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા છું. હું જ સમસ્ત જીવોનો આદિ, મધ્ય તથા અંત છું.


आदित्यानामहं विष्णुर्ज्योतिषां रविरंशुमान् । 
मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी ॥ २१ ॥

અનુવાદ
આદિત્યોમાં હું વિષ્ણુ છું, જ્યોતિઓમાં હું તેજસ્વી સૂર્ય છું, મરુતોમાં હું મરીચિ છું અને નક્ષત્રોમાં હું ચંદ્ર છું.


वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः ।
इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना ॥ २२ ॥

અનુવાદ
વેદોમાં હું સામવેદ છું, દેવોમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર હું છું, ઇન્દ્રિયોમાં હું મન છું તથા સમસ્ત જીવોમાં રહેલી પ્રાણશક્તિ (ચેતના) હું જ છું.


रुद्राणां शङ्करश्चास्मि वित्तेशो यक्षरक्षसाम् ।
 वसूनां पावकश्चास्मि मेरुः शिखरिणामहम् ॥ २३ ॥

અનુવાદ
હું સર્વ રુદ્રોમાં શિવજી છું, યક્ષો અને રાક્ષસોમાં ધનપતિ (કુબેર) હું છું, વસુઓમાં હું અગ્નિ છું અને બધા પર્વતોમાં મેરુ હું જ છું.


पुरोधसां च मुख्यं मां विद्धि पार्थ बृहस्पतिम् । 
सेनानीनामहं स्कन्दः सरसामस्मि सागरः ॥ २४ ॥

અનુવાદ
હે અર્જુન, પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું. સેનાનાયકોમાં હું કાર્તિકેય છું અને જળાશયોમાં હું સમુદ્ર છું.


महर्षीणा भृगुरहं गिरामस्म्येकमक्षरम् ।
 यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः ॥ २५ ॥

અનુવાદ
હું મહર્ષિઓમાં ભૃગુ છું. વાણીમાં દિવ્ય ૐકાર છું. સર્વ યજ્ઞોમાં પવિત્ર નામોનો જપ હું છું અને સર્વ સ્થાવરોમાં હિમાલય છું.


अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः । 
गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः ॥ २६॥

અનુવાદ
હું સર્વ વૃક્ષોમાં અશ્વત્થનું વૃક્ષ છું અને હું જ દેવર્ષિઓમાં નારદ છું. હું ગંધર્વોમાં ચિત્રરથ છું અને સિદ્ધ પુરુષોમાં હું જ કપિલ મુનિ છું.


उच्चैःश्रवसमश्वानां विद्धि माममृतोद्भवम् ।
 ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् ॥ २७ ॥

અનુવાદ
અશ્વોમાં મને ઉચ્ચઃશ્રવા જાણ કે જે અમૃત માટે થયેલા સમુદ્રમંથન વખતે ઉત્પન્ન થયો હતો. ગજરાજોમાં હું ઐરાવત છું અને મનુષ્યોમાં હું રાજા છું.


आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् ।
प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः ॥ २८ ॥

અનુવાદ
હું શસ્ત્રોમાં વજ્ર છું અને ગાયોમાં હું સુરભિ છું. પ્રજોત્પત્તિનાં કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું તથા સર્પોમાં હું વાસુકિ છું.


अनन्तश्चास्मि नागानां वरुणो यादसामहम् ।
पितॄणामर्यमा चास्मि यमः संयमतामहम् ॥ २९॥

અનુવાદ
અનેક ફેણવાળા નાગોમાં હું અનંત છું તથા જળચરોમાં હું વરુણદેવ છું. હું દિવંગત પિતૃઓમાં અર્યમા છું અને નિયમોનું પ્રવર્તન કરનારા નિયામકોમાં છું હું મૃત્યુદેવ યમરાજ છું.


प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् । 
 मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम् ॥ ३० ॥

અનુવાદ
દૈત્ય અસુરોમાં હું ભક્તરાજ પ્રહ્લાદ છું. દમન કરનારાઓમાં હું કાળ છું, પશુઓમાં હું સિંહ છું અને પક્ષીઓમાં હું ગરુડ છું.


पवनः पवतामस्मि रामः शस्त्रभृतामहम् ।
झषाणां मकरश्चास्मि स्त्रोतसामस्मि जाह्नवी ॥ ३१ ॥

અનુવાદ
પવિત્ર કરનારામાં હું વાયુ છું, શસ્ત્ર ધારણ કરનારામાં હું રામ છું, માછલીઓમાં હું મગર છું તથા વહેતી નદીઓમાં હું જ ગંગા છું. 


सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन ।
अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम् ॥ ३२ ॥

અનુવાદ
હે અર્જુન, હું સમગ્ર સર્જનોનો આદિ, મધ્ય તથા અંત છું. હું સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા છું અને તર્કશાસ્ત્રીઓમાં હું જ નિર્ણાયક સત્ય છું.


अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च । 
अहमेवाक्षयः कालो धाताहं विश्वतोमुखः ॥ ३३ ॥

અનુવાદ
અક્ષરોમાં હું અ-કાર છું. સમાસોમાં દ્વંદ્વ સમાસ છું, શાશ્વત કાળ પણ હું છું અને સ્રષ્ટાઓમાં હું બ્રહ્મા છું.


मृत्युः सर्वहरश्चाहमुद्भवश्च भविष्यताम् । 
कीर्तिः श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा ॥ ३४ ॥

અનુવાદ
હું જ સર્વભક્ષી મૃત્યુ છું અને હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારો હું છું. સ્ત્રીઓમાં હું કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ તથા ક્ષમા છું.


बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहम् ।
मासानां मार्गशीर्षोऽहमृतूनां कुसुमाकरः ॥ ३५ ॥

અનુવાદ
સામવેદના મંત્રોમાં હું બૃહત્સાન્ છું, સર્વ છંદોમાં હું ગાયત્રી છું, મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું.


घूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् । 
जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् ॥ ३६ ॥ 

અનુવાદ
હું છળકપટ કરનારાઓમાં ધૂત છું અને તેજસ્વીઓમાં તેજ છું. હું વિજય છું, સાહસ છું તથા બળવાનોનું બળ પણ હું જ છું.


वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनञ्जयः ।
मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः ॥ ३७॥

અનુવાદ
હું વૃષ્ણિવંશીઓમાં વાસુદેવ તથા પાંડવોમાં હું અર્જુન છું. હું સર્વ મુનિઓમાં વ્યાસ છું તથા મહાન વિચારકોમાં ઉશના (શુક્રાચાર્ય) છું.


दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् ।
मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् ॥३८॥

અનુવાદ
અરાજકતાનું દમન કરનારાં સર્વ સાધનોમાં હું દંડ છું અને વિજયની ઇચ્છા ધરાવનારાઓમાં હું નૈતિકતા છું. રહસ્યોમાં હું મૌન છું અને જ્ઞાનીઓમાં હું જ્ઞાન છું.


यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन । 
न तदस्ति विना यत्स्यान्मया भूतं चराचरम् ॥ ३९ ॥

અનુવાદ
વળી હે અર્જુન, હું સર્વ અસ્તિત્વોનો જનક-બીજ છું. સ્થાવર કે જંગમ એવો કોઈ જીવ નથી જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે.


नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप । 
एष तद्देशतः प्रोक्तो विभूतेर्विस्तरो मया ॥ ४० ॥

અનુવાદ
હે વીર પરંતપ, મારી દૈવી વિભૂતિઓનો અંત નથી. મેં તને જે બધું કહ્યું તે તો મારી અનંત વિભૂતિઓનો એક સંકેતમાત્ર છે.

यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा ।
तत्तदेवावगच्छ त्वं मम तेजोऽंशसम्भवम् ॥ ४१ ॥

અનુવાદ
તું જાણી લે કે સમગ્ર ઐશ્વર્ય, સૌંદર્ય તથા તેજસ્વી સર્જનો મારા તેજના એક સ્ફુલિંગમાત્રમાંથી ઉદ્ભવે છે.


अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन ।
विष्टभ्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत् ॥ ४२ ॥

અનુવાદ
પરંતુ હે અર્જુન, આ સર્વ વિગતવાર જ્ઞાનની શી જરૂર છે? હું તો મારા એક અંશમાત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું.


આમ, શ્રીમદ્દ ભગવદ્દગીતાના "પરમેશ્વરનું ઐશ્વર્ય" નામના દશમા અધ્યાય પરના ભક્તિવેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે.

Comments

Popular Posts From Gayuddy ✨

કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ | અધ્યાય એક | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ | અધ્યાય એક | શ્રીમદ્ ભગવદ્ ગીતા | Shrimad Bhagwat Geeta Chapter One In Gujarati धृतराष्ट्र उवाच:  धृतराष्ट्र धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः । मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय ॥ १ ॥ ધૃતરાષ્ટ્ર બોલ્યા : હે સંજય , તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઇચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું ? (1) सञ्जय उवाच :  दृष्टा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।  आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ॥ २ ॥  સંજયે કહ્યું: હે રાજા, પાંડુ પુત્રોની સેનાને વ્યૂહરચના પ્રમાણે ગોઠવેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આવું વચન આપ્યું . पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।  व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ॥ ३ ॥  હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ, જેની વ્યૂહરચના તમારા જ્ઞાની શિષ્ય દ્રુપદપુત્રે કુશળતાપૂર્વક વ્યૂહરચના બનાવી છે. (3) अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि । युयुधानो विराटश्च द्रुपदश्च महारथः ॥ ४ ॥ અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે , જેમ કે...

કર્મયોગ | અધ્યાય ત્રણ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

કર્મયોગ | અધ્યાય ત્રણ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Three In Gujarati अर्जुन उवाच :  ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन ।  तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव ॥ १ ॥ અર્જુને કહ્યું : હે જનાર્દન , હે કેશવ , જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતાં શ્રેષ્ઠ માનતા હો , તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો ?(1) व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे ।  तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् ॥ २ ॥ આપના દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે . તેથી કૃપા કરીને મને નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારે માટે સૌથી હિતાવહ શું છે ? (2) श्रीभगवानुवाच : लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ ।  ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम् ॥ ३ ॥ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ હે નિષ્પાપ અર્જુન , મેં પૂર્વે સ્પષ્ટતા કરેલી જ છે કે આત્મ - સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનારા મનુષ્યોના બે વર્ગ હોય છે . કેટલાક જ્ઞાનયોગ દ્વારા આને સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિયોગ દ્વારા સમજે છે .(3) न कर्मणामनारम्भान्नैष्कर्म्य पुरु...

દ્વિતીય અધ્યાય | ગીતાનો સાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

દ્વિતીય અધ્યાય | ગીતાનો સાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Two In Gujarati   श्रीभगवानुवाच : इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।  विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥ १ ॥ પુરુષોત્તમ પરમેશ્વર , ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું : મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો .(1) एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।  स कालेनेह महता योगे नष्टः परन्तप ॥ २ ॥ અનુવાદ એ રીતે હે અર્જુન , આ પરમ વિજ્ઞાન ગુરુ - શિષ્યપરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું . પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે .(2) स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।  भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥३ ॥ અનુવાદ તે જ આ પ્રાચીન યોગ , પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું , કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે .(3) अर्जुन उवाच : अपर...

દિવ્યજ્ઞાન | અધ્યાય ચાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

દિવ્યજ્ઞાન | અધ્યાય ચાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Four In Gujarati श्रीभगवानुवाच : इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।  विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥ १ ॥ પુરુષોત્તમ પરમેશ્વર , ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું : મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો .(1) एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।  स कालेनेह महता योगे नष्टः परन्तप ॥ २ ॥ એ રીતે હે અર્જુન , આ પરમ વિજ્ઞાન ગુરુ - શિષ્યપરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું . પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે .(2) स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।  भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥३ ॥ તે જ આ પ્રાચીન યોગ , પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું , કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે .(3) अर्जुन उवाच : अपरं भवतो जन्म परं जन्म विव...