Skip to main content

પ્રકૃતિ, પુરુષ અને ચેતના | અધ્યાય તેર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

Shrimad Bhagwat Geeta


પ્રકૃતિ, પુરુષ અને ચેતના | અધ્યાય તેર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Thirteen In Gujarati


अर्जुन उवाच
प्रकृतिं पुरुषं चैव क्षेत्रं क्षेत्रज्ञमेव च । 
एतद्वेदितुमिच्छामि ज्ञानं ज्ञेयं च केशव ॥ १ ॥

श्रीभगवानुवाच
इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते । 
एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः ॥ २ ॥

અનુવાદ
અર્જુને કહ્યું: હે કૃષ્ણ, હું પ્રકૃતિ તથા પુરુષ (ભોક્તા), ક્ષેત્ર તથા ક્ષેત્રનો જ્ઞાતા તેમ જ જ્ઞાન તથા શેય વિશે જાણવા ઇચ્છું છું.

પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ હે કુંતીપુત્ર, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને જે આ ક્ષેત્રને જાણનારો છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે.


क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत ।
क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम ॥ ३ ॥

અનુવાદ
હે ભારત, તારે જાણવું જોઈએ કે હું પણ સર્વ શરીરોનો જ્ઞાતા છું અને આ શરીર તથા તેના જ્ઞાતાને જાણી લેવાને જ જ્ઞાન કહેવામાં આવે છે. આ મારું મંતવ્ય છે.


तत्क्षेत्रं यच्च यादृक्च यद्विकारि यतश्च यत् ।
स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु ॥ ४ ॥

અનુવાદ
હવે તું મારી પાસેથી આ સર્વ વિશે સંક્ષેપમાં સાંભળ કે કર્મક્ષેત્ર શું છે, તેનું બંધારણ કેવી રીતનું છે, આમાં કયા ફેરફાર થાય છે, આ ક્યાંથી ઉત્પન્ન થાય છે, આ કર્મક્ષેત્રને જાણનારો કોણ છે અને તેનો પ્રભાવ કેવો છે.


ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ।
ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः ॥ ५ ॥

અનુવાદ
વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યનાં ક્ષેત્ર તથા તે કાર્યોના જ્ઞાતાના જ્ઞાનનું વર્ણન કર્યું છે. તે ખાસ કરીને વેદાંતસૂત્રમાં કાર્યકારણના સર્વ ઉદ્દેશ સહિત પ્રસ્તુત કરવામાં આવ્યું છે.


महाभूतान्यहङ्कारो बुद्धिरव्यक्तमेव च ।
 इन्द्रियाणि दशैकं च पञ्च चेन्द्रियगोचराः ॥ ६ ॥
 इच्छा द्वेषः सुखं दुःखं सङ्घातश्चेतना धृतिः ।
 एतत्क्षेत्रं समासेन सविकारमुदाहृतम् ॥ ७॥

અનુવાદ
પાંચ મહાભૂતો, મિથ્યા અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત, દશ ઇન્દ્રિયો તથા મન, પાંચ ઇન્દ્રિયવિષયો, ઇચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતના અને ધૈર્ય - આ સર્વને સંક્ષેપમાં, કાર્યોનાં ક્ષેત્ર તથા તેમની આંતરક્રિયાઓ (વિકાર) કહેવામાં આવે છે.


अमानित्वमदम्भित्वमहिंसा क्षान्तिरार्जवम् । 
आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः ॥ ८ ॥ 
इन्द्रियार्थेषु वैराग्यमनहङ्कार एव च । 
जन्ममृत्युजराव्याधिदुःखदोषानुदर्शनम् ॥ ९ ॥ 
असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु । 
नित्यं च समचित्तत्वमिष्टानिष्टोपपत्तिषु ॥ १०॥ 
मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी ।
 विविक्तदेशसेवित्वमरतिर्जनसंसदि ॥ ११ ॥
अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनम् । 
एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ॥ १२॥

અનુવાદ
વિનમ્રતા, દંભવિહિનતા, અહિંસા, સહિષ્ણુતા, સરળતા, સદ્ગુરુનો આશ્રય, પવિત્રતા, સ્થિરતા, આત્મસંયમ, ઇન્દ્રિયતૃપ્તિના વિષયોનો ત્યાગ, મિથ્યા અહંકારનો અભાવ, જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિના અનિષ્ટની અનુભૂતિ, વૈરાગ્ય, બાળકો-પત્ની-ઘર તથા અન્ય વસ્તુઓની મમતામાંથી મુક્તિ, અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સમભાવ, મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ, એકાંતવાસની ઇચ્છા, સામાન્ય જનસમૂહથી અલિપ્ત હોવું, આત્મ-સાક્ષાત્કારના મહત્ત્વનો સ્વીકાર અને પરમબ્રહ્મની તાત્ત્વિક શોધ - આ બધાને હું જ્ઞાન તરીકે ઘોષિત કરું છું અને આ સિવાય જે કંઈ છે તે અજ્ઞાન છે.


ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्ज्ञात्वामृतमश्रुते ।
अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते ॥ १३॥

અનુવાદ
હવે હું જ્ઞેય વિશે કહીશ જે જાણીને તું બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરી શકીશ. આ બ્રહ્મ અથવા આત્મા અનાદિ છે તથા મારે આધીન છે, તે આ ભૌતિક જગતના કાર્યકારણથી પર છે.


सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम् । 
सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति ॥ १४ ॥

અનુવાદ
તેમનાં શ્રીહસ્ત, ચરણ, નેત્રો, મસ્તક તથા મુખ અને કર્ણો સર્વત્ર વ્યાપ્ત છે. એ રીતે પરમાત્મા સર્વ વસ્તુઓમાં અવસ્થિત છે.


सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् । 
असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च ॥ १५ ॥

અનુવાદ
પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિસ્રોત છે, છતાં તેઓ ઇન્દ્રિયરહિત છે. તેઓ સર્વ જીવોના પાલન કરનાર હોવા છતાં અનાસક્ત છે. તેઓ પ્રકૃતિના ગુણોથી પર છે, પરંતુ તે સાથે ભૌતિક પ્રકૃતિના સર્વ ગુણોના સ્વામી છે.


बहिरन्तश्च भूतानामचरं चरमेव च । 
सूक्ष्मत्वात्तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत् ॥ १६ ॥


અનુવાદ
પરમ સત્ય સ્થાવર તથા જંગમ સમસ્ત જીવોની અંદર તથા બહાર સ્થિત છે. તેઓ સૂક્ષ્મ હોવાને કારણે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જોઈ કે જાણી શકાતા નથી. અતિ દૂર હોવા છતાં તેઓ સહુની નજીક પણ છે.


अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् । 
भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु च ॥ १७ ॥

અનુવાદ
પરમાત્મા સર્વ જીવોમાં વિભાજિત હોય એમ જણાય છે, પરંતુ તેઓ કદાપિ વિભાજિત નથી. તેઓ એક તરીકે જ સ્થિત છે. તેઓ દરેક જીવના પાલનકર્તા છે છતાં તેઓ સર્વના સંહારક છે અને સર્વને જન્મ આપનારા છે.


ज्योतिषामपि तज्ज्योतिस्तमसः परमुच्यते । 
ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् ॥ १८ ॥

અનુવાદ
તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓમાંના પ્રકાશના સ્રોત છે. તેઓ ભૌતિક અંધકારથી પર છે અને અગોચર છે. તેઓ જ્ઞાન છે, જ્ઞાનના વિષય છે અને જ્ઞાનના લક્ષ્ય છે. તેઓ સૌના હૃદયમાં સ્થિત છે.


इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः । 
मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते ॥ १९ ॥

અનુવાદ
આ પ્રમાણે મેં કાર્યક્ષેત્ર (શરીર), જ્ઞાન તથા જ્ઞેયનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. આને કેવળ મારા ભક્તો જ પૂર્ણપણે સમજી શકે છે અને એ રીતે મારા ભાવ (સ્વરૂપ) પામે છે.


प्रकृतिं पुरुषं चैव विद्ध्यनादी उभावपि । 
विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान् ॥ २०॥

અનુવાદ
ભૌતિક પ્રકૃતિ તથા જીવોને અનાદિ સમજવા અને તેમના વિકાર તથા ગુણોને પ્રકૃતિજન્ય જાણવા.


कार्यकारणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते ।
पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते ॥ २१ ॥

અનુવાદ
પ્રકૃતિ સર્વ ભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય છે અને જીવ (પુરુષ) આ જગતમાંનાં વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે.


पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान्गुणान् ।
कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु ॥ २२ ॥

અનુવાદ
આ પ્રમાણે જીવ પ્રકૃતિના ત્રણ ગુણોને ભોગવતો પ્રકૃતિમય જીવન જીવે છે. આ તેના ભૌતિક પ્રકૃતિ સાથેના સંગને કારણે થાય છે. એ રીતે તે વિભિન્ન યોનિઓમાં ઇષ્ટ અને અનિષ્ટ પ્રાપ્ત કર્યા કરે છે.


उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः ।
परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन्पुरुषः परः ॥ २३ ॥

અનુવાદ
છતાં આ દેહમાં એક અન્ય દિવ્ય ભોક્તા છે કે જે ઈશ્વર છે, સર્વોપરી સ્વામી છે અને સાક્ષી તથા અનુમતિ આપનાર તરીકે હાજર રહે છે, અને તેમને પરમાત્મા કહેવામાં આવે છે.


य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह । 
सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ॥ २४ ॥

અનુવાદ
જે મનુષ્ય પ્રકૃતિ, જીવ તથા પ્રાકૃતિના ગુણોની આંતરક્રિયા સંબંધિત આ તત્ત્વજ્ઞાનને સમજી લે છે, તે નિશ્ચિત મુકામ પામે છે. તેની વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હોય તોયે અહીં તેનો પુનર્જન્મ થશે નહિ.


ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना ।
अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे ॥ २५ ॥

અનુવાદ
કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર જુએ છે, અન્ય કેટલાક જ્ઞાનોપાર્જન દ્વારા અને વળી બીજા નિષ્કામ કર્મ દ્વારા જુએ છે.


अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते ।
तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः ॥ २६ ॥

અનુવાદ
વળી એવા લોકો છે કે જેઓ આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર હોતા નથી પણ અન્ય લોકો પાસેથી પરમ પુરુષ વિશે શ્રવણ કરી તેમની ઉપાસના કરવા લાગે છે. આ લોકો પણ અધિકારી પુરુષો પાસેથી શ્રવણ કરવાની વૃત્તિ ધરાવતા હોવાને કારણે જન્મ તથા મૃત્યુના માર્ગને પાર કરે છે.


यावत्सञ्जायते किञ्चित्सत्त्वं स्थावरजङ्गमम् । 
क्षेत्रक्षेत्रज्ञसंयोगात्तद्विद्धि भरतर्षभ ॥ २७ ॥

અનુવાદ
હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, એમ જાણી લે કે ચલ તથા અચલ જે કંઈ તને અસ્તિત્વમાં દેખાઈ રહ્યું છે તે બધું કાર્યક્ષેત્ર તથા તેના ક્ષેત્રજ્ઞનો સંયોગમાત્ર છે.


समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् ।
विनश्यत्स्वविनश्यन्तं यः पश्यति स पश्यति ॥ २८ ॥

અનુવાદ
કે ન જે મનુષ્ય પરમાત્માને સર્વ શરીરોમાં આત્માની સાથે જ રહેલા જાણે છે, અને જે એમ સમજે છે કે આ નશ્વર શરીરમાં રહેલ ન તો આત્મા તો પરમાત્મા ક્યારેય નષ્ટ થાય છે, તે જ વાસ્તવમાં સત્યને જુએ છે.


समं पश्यन्हि सर्वत्र समवस्थितमीश्वरम् । 
न हिनस्त्यात्मनात्मानं ततो याति परां गतिम् ॥ २९ ॥

અનુવાદ
જે મનુષ્ય । પરમાત્માને સર્વત્ર તથા જીવમાત્રમાં સમાનરૂપે હાજર રહેલા જુએ છે, તે પોતાના મનથી પોતાને અધઃપતિત કરતો નથી. એ રીતે તે દિવ્ય ગતિ પ્રાપ્ત કરે છે.


प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः ।
यः पश्यति तथात्मानमकर्तारं स पश्यति ॥ ३० ॥

અનુવાદ
મનુષ્ય એમ જોઈ શકે છે કે સર્વ પ્રવૃત્તિઓ દેહ દ્વારા કરવામાં આવે છે અને દેહનું સર્જન ભૌતિક પ્રકૃતિ દ્વારા થયું છે, તેમ જ એમ પણ જુએ છે કે આત્મા કશું કરતો નથી, તે જ ખરેખર સત્ય જુએ છે.


यदा भूतपृथग्भावमेकस्थमनुपश्यति ।
तत एव च विस्तारं ब्रह्म सम्पद्यते तदा ॥ ३१ ॥

અનુવાદ
જ્યારે વિવેકી મનુષ્ય, વિભિન્ન ભૌતિક શરીરોના લીધે વિભિન્ન સ્વરૂપોને જોવાનું બંધ કરી દે છે અને જીવો કેવી રીતે સર્વત્ર વિસ્તરેલ છે એ જુએ છે ત્યારે તે બ્રહ્મજ્ઞાન પામે છે.


अनादित्वान्निर्गुणत्वात्परमात्मायमव्ययः
 शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते ॥ ३२ ॥

અનુવાદ
શાશ્વત દૃષ્ટિવાળા મનુષ્યો જોઈ શકે છે અવિનાશી આત્મા દિવ્ય, શાશ્વત તથા પ્રકૃતિના ગુણોથી પર છે. હે અર્જુન, ભૌતિક શરીર સાથે સંપર્ક હોવા છતાં આત્મા કશું કરતો નથી કે તેનાથી લિપ્ત થતો નથી.


यथा सर्वगतं सौक्ष्म्यादाकाशं नोपलिप्यते । 
सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते ॥ ३३॥

અનુવાદ
આકાશ જોકે સર્વવ્યાપી છે, છતાં પોતાની સૂક્ષ્મ પ્રકૃતિના કારણે તે કોઈ પણ વસ્તુથી લિપ્ત થતું નથી. એવી જ રીતે બ્રહ્મદૃષ્ટિમાં સ્થિત આત્મા, શરીરમાં અવસ્થિત હોવા છતાં શરીરથી લિપ્ત થતો નથી.


यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः ।
क्षेत्र क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत ॥ ३४ ॥

અનુવાદ
હે ભારત, જેવી રીતે એકલો સૂર્ય આ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે, તેવી રીતે શરીરમાં રહેલો એક આત્મા સમગ્ર શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે.


क्षेत्रक्षेत्रज्ञयोरेवमन्तरं ज्ञानचक्षुषा ।
भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् ॥ ३५ ॥

અનુવાદ
જે મનુષ્યો જ્ઞાનનાં નેત્રોથી શરીર તથા શરીરના જ્ઞાતાની વચ્ચેના ભેદને જુએ છે અને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને પણ જાણે છે, તે પરમ ધ્યેયની પ્રાપ્તિ કરે છે.


આમ, શ્રીમદ્ ભગવદ્ ગીતાના “પ્રકૃતિ, પુરુષ અને ચેતના” નામના તેરમા અધ્યાય પરના ભક્તિવેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે.

Comments

Popular Posts From Gayuddy ✨

કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ | અધ્યાય એક | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ | અધ્યાય એક | શ્રીમદ્ ભગવદ્ ગીતા | Shrimad Bhagwat Geeta Chapter One In Gujarati धृतराष्ट्र उवाच:  धृतराष्ट्र धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः । मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय ॥ १ ॥ ધૃતરાષ્ટ્ર બોલ્યા : હે સંજય , તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઇચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું ? (1) सञ्जय उवाच :  दृष्टा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।  आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ॥ २ ॥  સંજયે કહ્યું: હે રાજા, પાંડુ પુત્રોની સેનાને વ્યૂહરચના પ્રમાણે ગોઠવેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આવું વચન આપ્યું . पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।  व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ॥ ३ ॥  હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ, જેની વ્યૂહરચના તમારા જ્ઞાની શિષ્ય દ્રુપદપુત્રે કુશળતાપૂર્વક વ્યૂહરચના બનાવી છે. (3) अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि । युयुधानो विराटश्च द्रुपदश्च महारथः ॥ ४ ॥ અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે , જેમ કે...

કર્મયોગ | અધ્યાય ત્રણ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

કર્મયોગ | અધ્યાય ત્રણ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Three In Gujarati अर्जुन उवाच :  ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन ।  तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव ॥ १ ॥ અર્જુને કહ્યું : હે જનાર્દન , હે કેશવ , જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતાં શ્રેષ્ઠ માનતા હો , તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો ?(1) व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे ।  तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् ॥ २ ॥ આપના દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે . તેથી કૃપા કરીને મને નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારે માટે સૌથી હિતાવહ શું છે ? (2) श्रीभगवानुवाच : लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ ।  ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम् ॥ ३ ॥ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ હે નિષ્પાપ અર્જુન , મેં પૂર્વે સ્પષ્ટતા કરેલી જ છે કે આત્મ - સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનારા મનુષ્યોના બે વર્ગ હોય છે . કેટલાક જ્ઞાનયોગ દ્વારા આને સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિયોગ દ્વારા સમજે છે .(3) न कर्मणामनारम्भान्नैष्कर्म्य पुरु...

દ્વિતીય અધ્યાય | ગીતાનો સાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

દ્વિતીય અધ્યાય | ગીતાનો સાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Two In Gujarati   श्रीभगवानुवाच : इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।  विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥ १ ॥ પુરુષોત્તમ પરમેશ્વર , ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું : મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો .(1) एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।  स कालेनेह महता योगे नष्टः परन्तप ॥ २ ॥ અનુવાદ એ રીતે હે અર્જુન , આ પરમ વિજ્ઞાન ગુરુ - શિષ્યપરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું . પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે .(2) स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।  भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥३ ॥ અનુવાદ તે જ આ પ્રાચીન યોગ , પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું , કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે .(3) अर्जुन उवाच : अपर...

દિવ્યજ્ઞાન | અધ્યાય ચાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

દિવ્યજ્ઞાન | અધ્યાય ચાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Four In Gujarati श्रीभगवानुवाच : इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।  विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥ १ ॥ પુરુષોત્તમ પરમેશ્વર , ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું : મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો .(1) एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।  स कालेनेह महता योगे नष्टः परन्तप ॥ २ ॥ એ રીતે હે અર્જુન , આ પરમ વિજ્ઞાન ગુરુ - શિષ્યપરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું . પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે .(2) स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।  भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥३ ॥ તે જ આ પ્રાચીન યોગ , પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું , કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે .(3) अर्जुन उवाच : अपरं भवतो जन्म परं जन्म विव...