Skip to main content

ભક્તિયોગ | અધ્યાય બાર । શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

Bhagwad Geeta

ભક્તિયોગ | અધ્યાય બાર । શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Twelve In Gujarati



 अर्जुन उवाच
एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ।
ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः ॥ १ ॥

અનુવાદ
અર્જુને પૂછ્યું: જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, આ બેમાંથી વધારે પૂર્ણ (સિદ્ધ) કોને માનવા?


श्रीभगवानुवाच
मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते । 
श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मताः ॥ २ ॥

અનુવાદ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ જે મનુષ્યો મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે તેઓ મારી દૃષ્ટિએ પરમ સિદ્ધ છે. 


ये त्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते । 
सर्वत्रगमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् ॥३॥ 
सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः । 
ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः ॥४॥

અનુવાદ
પરંતુ જે લોકો, વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સૌ પ્રત્યે સમભાવ રાખીને, પરમબ્રહ્મના નિરાકાર પાસામાં તે અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે છે કે જે ઇન્દ્રિયાનુભૂતિથી પર છે, સર્વવ્યાપી છે, અચિંત્ય છે અપરિવર્તનીય છે, અચળ છે તથા સ્થિર છે, તેઓ સર્વના કલ્યાણમાં પરોવાયેલા રહીને અંતે મને પ્રાપ્ત કરે છે. 


क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् । 
अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते ॥ ५ ॥

અનુવાદ
જે મનુષ્યોનાં મન પરમેશ્વરના અવ્યક્ત, નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય છે, તેમને માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે. દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશાં દુષ્કર હોય છે.


ये तु सर्वाणि कर्माणि मयि सन्यस्य मत्पराः ।
 अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ॥ ६॥ 
तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् । 
भवामि न चिरात्पार्थ मय्यावेशितचेतसाम् ॥ ७॥

અનુવાદ
પરંતુ જે મનુષ્યો પોતાનાં સર્વ કર્મ મારામાં અર્પિત કરીને તથા અવિચળ ભાવે ભક્તિ કરતા રહી, મારી સેવામાં લાગેલા રહી અને પોતાના મનને મારામાં સ્થિર કરી નિરંતર મારું ધ્યાન કરે છે, તેમના માટે હે પાર્થ, હું જન્મ- મરણરૂપી સાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરનારો થાઉં છું.


मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय ।
निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः ॥ ८ ॥

અનુવાદ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર અને મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે. એ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ એમાં સંદેહ નથી.


अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् । 
अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय ॥ ९ ॥

અનુવાદ
હે પ્રિય અર્જુન, હૈ ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર કરી ન શકે, તો તું ભક્તિયોગના વિધિવિધાનોનું પાલન કર. એ રીતે, મને પામવાની ઇચ્છાને વિકસિત કર.


अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्मपरमो भव । 
मदर्थमपि कर्माणि कुर्वन्सिद्धिमवाप्स्यसि ॥ १०॥

અનુવાદ
જો તું ભક્તિયોગનાં વિધિવિધાનોનું પાલન કરી ન શકે, તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર, કારણ કે મારા માટે કર્મ કરવાથી તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ.


अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः । 
सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् ॥ ११ ॥

અનુવાદ
પરંતુ જો તું મારી આ ભાવનામાં રહી કર્મ કરવા અસમર્થ હોય, તો તું પોતાનાં સર્વ કર્મોનાં ફળોનો ત્યાગ કરી કર્મ કરવાનો તથા આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર.


श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते ।
ध्यानात्कर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम् ॥१२॥

અનુવાદ
જો તું આ પ્રક્રિયા અપનાવી ન શકે, તો જ્ઞાનોપાર્જનમાં પરોવાઈ જા. જોકે જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાનથી પણ કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે આવા ત્યાગ દ્વારા મનુષ્ય મનની શાંતિ પામી શકે છે.


अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च । 
निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी ॥ १३॥ 
सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः । 
मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः ॥ १४ ॥

અનુવાદ
મનુષ્ય કોઈનો દ્વેષ કરતો નથી પરંતુ જીવમાત્રનો દયાળુ મિત્ર હોય છે, જે પોતાને સ્વામી માનતો નથી તથા મિથ્યા અહંકારથી રહિત છે, જે સુખ તથા દુઃખમાં સમાન રહે છે. જે સહિષ્ણુ છે, સદા સંતુષ્ટ રહે છે, આત્મસંયમી હોય છે તથા દેઢ નિશ્ચયપૂર્વક મારામાં મન તથા બુદ્ધિ સ્થિર કરી ભક્તિપરાયણ રહે છે - આવો ભક્ત મને બહુ પ્રિય હોય છે.


यस्मान्नोद्विजते लोको लोकान्नोद्विजते च यः । 
हर्षामर्षभयोद्वेगैर्मुक्तो यः स च मे प्रियः ॥ १५ ॥

અનુવાદ
જે કોઈને કષ્ટ આપતો નથી અને જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી, જે સુખ તથા દુઃખમાં, ભય તથા ચિંતામાં સમભાવયુક્ત રહે છે, એવો એ ભક્ત મને બહુ પ્રિય હોય છે.


अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः । 
सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः ॥ १६॥

અનુવાદ
જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી, જે પવિત્ર, નિપુણ, ચિંતારહિત તથા સમસ્ત દુઃખોથી મુક્ત છે અને કોઈ ફળ માટે પ્રયાસ કરતો નથી, તે મને અત્યંત પ્રિય છે.


यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति ।
शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः ॥ १७ ॥

અનુવાદ
જે કદી હર્ષ પામતો નથી કે કદી શોક કરતો નથી, જે પશ્ચાતાપ કરતો નથી કે કશું ઇચ્છતો નથી અને જે શુભ તથા અશુભ બન્ને વસ્તુઓનો પરિત્યાગ કરે છે, તે ભક્ત મને અત્યંત પ્રિય હોય છે.


समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः ।
 शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः ॥ १८ ॥
तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् । 
अनिकेतः स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नरः ॥ १९ ॥

અનુવાદ
જે શત્રુઓ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે છે, જે માન તથા અપમાનમાં, ઠંડી તથા ગરમીમાં, સુખ તથા દુઃખમાં, કીર્તિ તથા અપકીર્તિમાં સમભાવયુક્ત રહે છે, જે દુઃસંગથી સદા અળગો રહે છે, સદા મૌન ધારણ કરે છે તથા મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે, જે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી, જે જ્ઞાનમાં દૃઢ રહે છે અને ભક્તિમાં સંલગ્ન રહે છે - આવો મનુષ્ય મને અત્યંત પ્રિય છે.


ये तु धर्मामृतमिदं यथोक्तं पर्युपासते । 
श्रद्दधाना मत्परमा भक्तास्तेऽतीव मे प्रियाः ॥ २० ॥

અનુવાદ
જેઓ આ ભક્તિયોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે અને મને જ પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે, તેવા ભક્તો મને અતિશય પ્રિય હોય છે.


આમ, શ્રીમદ્ ભગવદ્ગીતાના “ભક્તિયોગ” નામના બારમા અધ્યાય પરના ભક્તિવેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે.

Comments

Popular Posts From Gayuddy ✨

કર્મયોગ | અધ્યાય ત્રણ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

કર્મયોગ | અધ્યાય ત્રણ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Three In Gujarati अर्जुन उवाच :  ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन ।  तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव ॥ १ ॥ અર્જુને કહ્યું : હે જનાર્દન , હે કેશવ , જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતાં શ્રેષ્ઠ માનતા હો , તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો ?(1) व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे ।  तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् ॥ २ ॥ આપના દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે . તેથી કૃપા કરીને મને નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારે માટે સૌથી હિતાવહ શું છે ? (2) श्रीभगवानुवाच : लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ ।  ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम् ॥ ३ ॥ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ હે નિષ્પાપ અર્જુન , મેં પૂર્વે સ્પષ્ટતા કરેલી જ છે કે આત્મ - સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનારા મનુષ્યોના બે વર્ગ હોય છે . કેટલાક જ્ઞાનયોગ દ્વારા આને સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિયોગ દ્વારા સમજે છે .(3) न कर्मणामनारम्भान्नैष्कर्म्य पुरु...

કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ | અધ્યાય એક | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ | અધ્યાય એક | શ્રીમદ્ ભગવદ્ ગીતા | Shrimad Bhagwat Geeta Chapter One In Gujarati धृतराष्ट्र उवाच:  धृतराष्ट्र धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः । मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय ॥ १ ॥ ધૃતરાષ્ટ્ર બોલ્યા : હે સંજય , તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઇચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું ? (1) सञ्जय उवाच :  दृष्टा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।  आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ॥ २ ॥  સંજયે કહ્યું: હે રાજા, પાંડુ પુત્રોની સેનાને વ્યૂહરચના પ્રમાણે ગોઠવેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આવું વચન આપ્યું . पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।  व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ॥ ३ ॥  હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ, જેની વ્યૂહરચના તમારા જ્ઞાની શિષ્ય દ્રુપદપુત્રે કુશળતાપૂર્વક વ્યૂહરચના બનાવી છે. (3) अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि । युयुधानो विराटश्च द्रुपदश्च महारथः ॥ ४ ॥ અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે , જેમ કે...

દ્વિતીય અધ્યાય | ગીતાનો સાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

દ્વિતીય અધ્યાય | ગીતાનો સાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Two In Gujarati   श्रीभगवानुवाच : इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।  विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥ १ ॥ પુરુષોત્તમ પરમેશ્વર , ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું : મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો .(1) एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।  स कालेनेह महता योगे नष्टः परन्तप ॥ २ ॥ અનુવાદ એ રીતે હે અર્જુન , આ પરમ વિજ્ઞાન ગુરુ - શિષ્યપરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું . પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે .(2) स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।  भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥३ ॥ અનુવાદ તે જ આ પ્રાચીન યોગ , પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું , કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે .(3) अर्जुन उवाच : अपर...

દિવ્યજ્ઞાન | અધ્યાય ચાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

દિવ્યજ્ઞાન | અધ્યાય ચાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Four In Gujarati श्रीभगवानुवाच : इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।  विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥ १ ॥ પુરુષોત્તમ પરમેશ્વર , ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું : મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો .(1) एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।  स कालेनेह महता योगे नष्टः परन्तप ॥ २ ॥ એ રીતે હે અર્જુન , આ પરમ વિજ્ઞાન ગુરુ - શિષ્યપરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું . પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે .(2) स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।  भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥३ ॥ તે જ આ પ્રાચીન યોગ , પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું , કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે .(3) अर्जुन उवाच : अपरं भवतो जन्म परं जन्म विव...