ધ્યાનયોગ | અધ્યાય છ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Six In Gujarati श्रीभगवानुवाच : अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः । स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः ॥ १ ॥ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ જે મનુષ્ય પોતાનાં કર્મનાં ફળ પ્રતિ અનાસક્ત છે અને જે પોતાનાં કર્તવ્યાનુસાર કર્મ કરે છે , તે સંન્યાસી છે તથા તે જ સાચો યોગી પણ છે , અને નહિ કે જે અગ્નિ પ્રગટાવતો નથી અને કર્તવ્યકર્મ કરતો નથી .(1) यं सन्न्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव । न ह्यसन्यस्तसङ्कल्पो योगी भवति कश्चन ॥२ ॥ હે પાંડુપુત્ર , જે સંન્યાસ કહેવાય છે , તેને જ તું યોગ અર્થાત્ પરમબ્રહ્મ સાથે યુક્ત થવું જાણ , કારણ કે ઇન્દ્રિયતૃપ્તિ માટેની ઇચ્છાનો ત્યાગ કર્યા વિના કોઈ મનુષ્ય કદાપિ યોગી થઈ શકે નહિ. (2) आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते । योगारूढस्यतस्यैव शमः कारणमुच्यते ॥ ३ ॥ અષ્ટાંગયોગમાં નવોદિત સાધક માટે કર્મ એ સાધન કહેવાય છે અને યોગમાં ઉન્નત થયેલા મનુષ્ય માટે સર્વ ભૌતિક કાર્યોનો ત્યાગ એ જ સાધન કહેવાય છે .(3) यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते ।...
સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં